જામિયામાં થયું ફાયરિંગ, PICS જોવા કરો ક્લિક

નાગરિકતા સંશોધન કાયદા અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરના વિરોધામાં દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધીની રેલી દરમિયાન રામગોપાલ ભક્ત નામના એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતા પહેલા આ શખ્સે જામિયાની બહારથી ફેસબુક લાઈવ પણ કર્યું હતું. જામિયા વિસ્તાર પાસે એક યુવકે ગોળી ચલાવી હતી, જેમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો છે.

1/5
image

આ ગોળીથી એક વિદ્યાર્થી ઘાયલ થઈ ગયો હતો. 

2/5
image

આ ફાયરિંગ કરનારા શખ્સનું નામ ગોપાલ છે જે ગ્રેટર નોઈડાના જેવરનો રહેવાસી છે. ગોળી ચલાવનારો ગોપાલ જામિયાનો વિદ્યાર્થી નથી.

3/5
image

ફાયરિંગ પહેલા ગોપાલ ઘણી વખત જામિયાથી તેના ફેસબુક એકાઉન્ટ પર લાઈવ પણ થયો હતો.

4/5
image

હાલ તો ગોપાલની પોલીસે ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

5/5
image

પોલીસે જ્યારે ફાયરિંગ કરનાર યુવકની ધરકપડ કરી ત્યારે તેના એક હાથમાં દેશી કટ્ટો હતો.