15 નવેમ્બરથી માર્ગી થશે શનિદેવ, 2025માં ખુબ નામના મેળવશે આ રાશિના લોકો, બધા સપના થશે પૂરા, ધનલાભનો યોગ

Shani Dev Margi 2024: જ્યોતિષ અનુસાર શનિ દેવ 15 નવેમ્બરે સ્વરાશિ કુંભમાં માર્ગી થવા જઈ રહ્યાં છે. જેનાથી ત્રણ રાશિના જાતકોને ખુબ લાભ મળવાનો છે. 

શનિ માર્ગી

1/5
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 15 નવેમ્બર 2024થી શનિદેવ પોતાની કુંભ રાશિમાં સીધી ચાલ ચાલવાનું શરૂ કરશે. જ્યોતિષ પ્રમાણે શનિનું માર્ગી થવું ખુબ શુભ માનવામાં આવે છે. જ્યારે શનિ માર્ગી થાય છે તો લોકોના અટવાયેલા કામ થવા લાગે છે. આ વખતે શનિની માર્ગી થવાથી શશ રાજયોગની અસર પણ વધી જશે. તેનો મોટો ફાયદો ત્રણ રાશિના જાતકોને થઈ શકે છે. નવા વર્ષમાં આ જાતકોના કષ્ટ દૂર થશે, કરિયરમાં નવી ઊંચાઈઓ પર પહોંચશે. નોકરીમાં નવી ઓફર મળી શકે છે. તો આવો જાણીએ શનિના માર્ગી થવાથી કયા જાતકોને લાભ મળશે. 

મેષ રાશિ

2/5
image

મેષ રાશિના જાતકો માટે આ ગોચર જોરદાર લાભ અપાવશે. તમને કરિયરમાં મોટી સફળતા મળશે. કાર્યસ્થળ પર તમારૂ માન-સન્માન વધશે. કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. આ ગોચર દરમિયાન ભાગ્ય તમારો સાથ આપશે. કુલ મળી શનિ ગોચર તમારા માટે લાભદાયક સાબિત થશે.

કર્ક રાશિ

3/5
image

કર્ક રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું તેના કારોબારમાં તેજી લાવશે. જે લોકો શનિદેવથી સંબંધિત વેપાર કરે છે, જેમ કે લોખંડ, તેલ, દારૂનું કામ, તેના માટે આ સમય સારો સાબિત થશે. તમારા કામમાં તેજી આવશે. વેપારમાં નફો વધશે. પરિવારજનોનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ સારી થશે. દેવામાંથી છુટકારો મળશે. કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળવાની સંભાવના છે. વર્ષના અંતમાં થોડી મહેનત કરવી પડી શકે છે. પરંતુ ધૈર્ય રાખો, સફળતા જરૂર મળશે.   

કુંભ રાશિ

4/5
image

કુંભ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું ફાયદાકારક રહેશે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. શશ રાજયોગના પ્રભાવથી તમારી આવકમાં વધારો થશે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. આર્થિક લાભ મળવાની સંભાવના છે. જો તમે નોકરી છોડી વેપાર શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો તેમાં સફળતા મળવાની સારી તક છે. શનિની સાડાસાતીથી મુક્તિ મળશે.  

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.