વક્રી થઈને 3 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે શનિદેવ, છપ્પરફાડ ધનલાભના યોગ, દુશ્મનોનું મનોબળ તૂટશે!
શનિદેવની કૃપા જે વ્યક્તિ પર થઈ જાય તેણે જીવનમાં ક્યારેય દુખો અને સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. પરંતુ ન્યાયાધીશ ગણાતા શનિદેવ કોઈ પણ વ્યક્તિ પર તેના કર્મ અનુસાર કૃપા વરસાવે છે. દર અઢી વર્ષ બાદ શનિ રાશિ પરિવર્તન કરે છે. આ દરમિયાન શનિદેવ સીધી અને વક્રી ચાલ પણ ચલે છે.
વૈદિક જ્યોતિષ મુજબ વર્ષ 2025માં 29 માર્ચના રોજ શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે. તેના થોડા સમય બાદ જુલાઈમાં શનિદેવ વક્રી થશે એટલે કે ઉલ્ટી ચાલ ચલશે. મીન રાશિમાં શનિદેવ વક્રી થવાથી 3 રાશિઓનું ભાગ્ય પલટાઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે....
વૃષભ રાશિ
શનિની ઉલ્ટી ચાલ વૃષભ રાશિવાળા માટે લાભકારી નીવડી શકે છે. કામકાજમાં પ્રગતિ પામવાની તકો મળશે. જે કાર્ય ઘણા સમયથી અટકેલા છે તે પૂરા થઈ શકશે. નોકરીયાતો માટે સમય સારો રહેશે. વર્ષની મધ્યમાં એટલે કે જુલાઈમાં પ્રમોશનની વાત ચાલી શકે છે. નોકરી બદલવાનો વિચાર પણ કરી શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. વિદેશ મુસાફરી થઈ શકે છે. આર્થિક પ્રગતિ થશે.
મિથુન રાશિ
શનિ વક્રી થવાથી મિથુન રાશિના જાતકો માટે ફળદાયી સમય રહેશે. વેપારમાં તગડો નફો અને નોકરીયાતોની આવક વધવાના ચાન્સ છે. વિદેશમાં સેટલ થવાનું પણ વિચારી શકો. જેના કારણે મનમાં ઉત્સાહ રહેશે. શનિની કૃપાથી સમય સારો રહેશે. શનિવારે દીવો પ્રગટાવવાની સાથે સાથે શનિદેવની પૂજા પણ કરો. મંત્ર જાપથી જીવનમાં આવનારી સમસ્યાઓ ટળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને વેપારમાં નફો થઈ શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે શનિની ઉલ્ટી ચાલ ભાગ્ય ખોલનારી રહેશે. સમય પહેલા કરતા સારો થશે. આવક વધારાના યોગ બનશે. ઘણા સમયથી જે કામ નહતા કરી શકતા તે પૂરા થશે. ધનમાં વધારા સાથે કમાણીની નવી તકો પણ મળશે. ઘરમાં ખુશહાલી વધશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. જેટલું થઈ શકે એટલું જ કામ કરશો તો માનસિક સ્થિતિ વધુ સારી રહેશે. નવા પ્રોજેક્ટ પર કામ કરી શકો છો. જે પ્રગતિ કરવામાં મદદરૂપ થઈ શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos