રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાએ સોમનાથ આવીને ધન્ય થયા શ્રદ્ધાળુઓ : 9 પવિત્ર તીર્થજળનો ભવ્ય અભિષેક કરાયો
Somnath Temple : ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર પણ આજે રામમય બન્યું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સોમનાથમાં આવેલા ભક્તોને ખાસ જોવા મળ્યું. અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ના ઉપલક્ષમાં સોમનાથ તીર્થમાં શ્રી રામ મંદિર ખાતે પ્રભુ શ્રીરામ, માતા સીતા, શ્રી લક્ષ્મણ અને હનુમાનજી પર ખાસ અભિષેક કરાયો હતો. સરયુ નદી સહિત 9 પવિત્ર તીર્થજળથી અભિષેક કરાયો હતો.
8 કુંડ ભરાયા પવિત્ર જળ
સોમનાથ તીર્થમાં આવેલ પુરાણ પ્રસિદ્ધ 8 પવિત્ર જળાશયો જેમાં રત્નાકર સમુદ્ર, ત્રિવેણી સંગમ, જલ પ્રભાસ કુંડ, આદિત્ય પ્રભાસ કુંડ, બ્રહ્મા કુંડ, વિષ્ણુ કુંડ, ગૌરી કુંડ, સૂર્ય કુંડ આવેલ છે જેમનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, શ્રીમદ ભાગવત, વાયુ પુરાણ, શિવ પુરાણ વગેરે જેવા શાસ્ત્રોમાં છે.
અયોધ્યાથી આવ્યું પવિત્ર સરયુનું જળ
આ પવિત્ર જળ રજત કળશમાં ભરીને અયોધ્યા શ્રી રામ મંદિર ખાતે અર્પણ કરવામાં આવ્યાં હતા. આ પવિત્ર જળ સાથેજ અયોધ્યાથી લાવવામાં આવેલ સર્યું નદીના જળ સહિત સોમનાથ તીર્થમાં બિરાજમાન પ્રભુ શ્રીરામનો 9 જળોથી મહા અભિષેક કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.
શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી પરમાર જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ભાવિકોએ શ્રી રામ માતા સીતા, શ્રી લક્ષ્મણ, હનુમાનજી નું વિધિવિધાન સાથે પૂજન કર્યું. પૂજનના દર્શન કરી મંદિરે આવનાર દર્શનાર્થીઓ ધન્ય બન્યા હતા.
ત્રિંશોપચાર પૂજન: સોમનાથ શ્રી રામ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ અને ભક્તજનો દ્વારા પ્રભુ શ્રીરામ ને પ્રિય ત્રિંશોપચાર પૂજા કરવામાં આવી હતી.
Trending Photos