Spices Bugs: ભેજના કારણે હળદર સહિતના મસાલામાં સફેદ ઈયળો અને પાંખવાળી જીવાત નહીં થાય, બસ અપનાવો આ ઉપાય
Spices Bugs: દરેક ઘરમાં મસાલાની સિઝન આવે એટલે બાર મહિના માટેના મસાલા સ્ટોર કરી લેવામાં આવેછે. બાર મહિના માટે સ્ટોર કરેલા મસાલાને સાચવવા પણ અઘરું કામ છે. ખાસ કરીને મસાલા કાઢતી વખતે જો ધ્યાન રાખવામાં ન આવે તો તેમાં ભેજ લાગી જાય છે ભેજ લાગેલા મસાલામાં સફેદ ઈયળો અને પાંખવાળી જીવાત ઝડપથી પડી જાય છે. આવું ન થાય અને મસાલા બારેમાસ તાજા રહે તે માટે તમે આ ઉપાયો અપનાવી શકો છો.
તડકામાં તપાવો
જો તમને લાગે કે મસાલામાં ભેજ લાગ્યો છે તો જ્યારે તડકો નીકળે ત્યારે મસાલાને બરણીમાંથી કાઢી સારી રીતે સુકવી લો. બરણીને પણ તડકામાં તપાવો અને પછી મસાલાને ફરીથી ચાળી અને સ્ટોર કરો.
એર ટાઈટ કન્ટેનર
મસાલા ભરવા માટે હંમેશા કાચના એર ટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ. તમે ઝીપ લોક બેગમાં પણ મસાલા સ્ટોર કરી શકો છો તેમાં મસાલા રાખવાથી ભેજ લાગતો નથી.
કડવા લીમડાના પાન
કડવા લીમડાના થોડા પાન સુકવી લેવા અને પછી હળદર અને ધાણાજીરું પાવડરમાં લીમડાના પાન મૂકી દેવા. લીમડાના પ્રાકૃતિક ગુણના કારણે મસાલામાં જીવજંતુ થશે નહીં.
ફ્રિજમાં સ્ટોર કરો
મસાલાને ખરાબ થતા બચાવવા હોય તો તમે તેને ઝીપ લોગ બેગમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. જરૂર અનુસાર મસાલા કાઢી લેવા અને પછી મસાલાને ફ્રિજમાં સ્ટોર કરવા.
સિલિકા જેલ
મસાલા ભર્યા હોય તે કન્ટેનરમાં સિલિકા જેલના પેકેટ પણ રાખી શકાય છે. સિલિકા જેલના પેકેટ એટલા માટે જ હોય છે કે તે વસ્તુઓમાંથી ભેજ શોષી લે. મસાલામાં પણ આ પેકેટ રાખી શકાય છે તેનાથી ભેજ લાગતો નથી અને જીવજંતુ થતા નથી.
Trending Photos