100 વર્ષ બાદ બનશે જબરદસ્ત શક્તિશાળી સંયોગ, 3 રાશિવાળાને અપાવશે અપાર ધન, પદ અને પ્રતિષ્ઠા!
વૈદિક પંચાંગ મુજબ 11 ફેબ્રુઆરીએ બુધ અને શનિની યુતિ બનશે જ્યારે 12 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજા સૂર્ય સાથે શનિની ખાસ યુતિ બનશે. આ સંયોગ 3 રાશિવાળાને ભારે ફાયદો કરાવી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે યોગ અને ત્રિગ્રહી યોગ બનાવતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે સૂર્ય, શનિ અને બુધના સંયોગથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થવાનું છે. કારણ કે 11 ફેબ્રુઆરીના રોજ ગ્રહોના રાજકુમાર બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે 12 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજા સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશશે. આ રાશિમાં શનિ તો પહેલેથી બિરાજમાન છે. આવામાં કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. આ યોગ બનવાથી કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે. જાણો લકી રાશિઓ વિશે....
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શનિ અને સૂર્યનો સંયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે તમારી રાશિથી આ સંયોગ આવક અને લાભના સ્થાન પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આ સાથે કાર્યોમાં સફળતા મળી શકે છે. અટવાયેલા કામો પૂરા થશે. ધનલાભના યોગ છે. વેપારમાં અડચણો દૂર થશે. નોકરીયાત લોકો માટે સમય સારો રહેશે. રોકાણથી લાભના યોગ છે. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે.
મિથુન રાશિ
બુધ, શનિ અને સૂર્યનો સંયોગ મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી નવમાં ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આ સાથે જ તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. ધન વધારાના યોગ બનશે. વેપારમાં કઈક નવું પ્લાનિંગ સફળતા અપાવી શકે છે. પરિવારના લોકો સાથે સારો સમય પસાર થશે. દેશ વિદેશની મુસાફરી કરી શકો છો.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા માટે ત્રિગ્રહી યોગ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. જેના લીધે આત્મવિશ્વાસમાં વધારો થશે. જીવનસાથી સાથે સમય વિતાવવાની તક મળશે. કોઈ પ્રોજેક્ટ સાઈન કરી શકો છો. જે આગળ જઈને નફો કરાવી શકે છે. આ સમય દરમિયાન સમાજમાં વધુ લોકપ્રિય રહેશો. માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે. નોકરીયાતો માટે સમય ઉત્તમ રહેશે. સફળથા મેળવવા માટે ઘણા સમયથી મહેનત કરતા હશો તો ફળ મળી શકશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos