સુરતના આ ટેણિયાની યાદદાસ્ત છે જબરદસ્ત! 50 દેશોના રાષ્ટ્રધ્વજને ઓળખી બતાવે છે
Surat News ચેતન પટેલ/સુરત : સામાન્ય રીતે પાંચ વર્ષની ઉંમરે બાળક સ્કૂલમાં પાપા પગલી કરતો હોય છે. પરંતુ સુરતમાં રહેતો પાંચ વર્ષીય હયાન રેલીયા પાસે એક એવી સ્કિલ છે, જે એક નહીં બે નહીં પરંતુ 50થી વધુ દેશોના ધ્વજને ઓળખીને બતાવે છે. આ સિદ્ધિને કારણે તેણે વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. તમામ દેશના નામ ગણતરીની સેકન્ડમાં જણાવી દે છે. કોઈપણ દેશનો ધ્વજ તેની સામે આવે કે તુરત જ તે દેશનું નામ કહી દે છે.
સુરતમાં રહેતો પાંચ વર્ષે બાળક પાસે એક એવી સિદ્ધિ છે કે જેને જોઈ અને જાણી તમે પણ નવાઈ પામશો. સામાન્ય રીતે પાંચ વર્ષથી બાળક પોતાનું બાળપણ રમતગમતમાં વિતાવતો હોય છે. પરંતુ પાંચ વર્ષીય હયાન રેલીયા એ એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે જેને લઈ તેને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
આટલી નાની ઉંમરે તેને 50થી વધુ દેશોના ધ્વજ ઓળખીને બતાવે છે. આમ તો હયાનની ઉંમર 5 વર્ષ છે, પરંતુ તે તેની ઉંમર કરતા 10 ગણા દેશોના ધ્વજ ઓળખી બતાવે છે. અયાનને જોઈને કોઈ વિશ્વાસ નહીં કરી શકે કે આટલી નાની ઉંમરમાં તે દુનિયાના 50 દેશોના ધ્વજને ઓળખે છે.જ્યારે પણ તેને જુદા જુદા દેશોના ધ્વજ બતાવવામાં આવે છે, ત્યારે તે તરત જ જણાવે છે કે ધ્વજ કયા દેશનો છે અને લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. તાજેતરમાં, આ સિદ્ધિને કારણે, તેને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સ પ્રાપ્ત થયો છે. માત્ર 1 મિનિટ 45 સેકન્ડમાં તેણે વિશ્વના 50 થી વધુ વિવિધ દેશોના ધ્વજને ઓળખીને આ રેકોર્ડ બનાવ્યો છે.
હયાંનના પરિવારની વાત કરીએ તો હયાનની માતા એક શિક્ષિકા છે અને તેઓ હયાન માટે અનેક ફ્લેશ કાર્ડ રમવા માટે લાવી હતી જેમાં અનેક દેશોના ધ્વજના ફ્લેશ કાર્ડ પણ હતા. તેમને ખબર નહોતી કે આ ફ્લેશ કાર્ડને કારણે તેમનો પુત્ર વિવિધ દેશોના ધ્વજને ઓળખી બતાવશે. હયાનને ધ્વજ ઓળખવા માટે કોઈ ટ્રેનિંગ કે યાદ અપાવવામાં આવી ન હતી. ફ્લેશ કાર્ડ રમતા રમતા તેણે આ બધા દેશોના ધ્વજને ઓળખવાનું શરૂ કર્યું. તે દિવસમાં 5 થી 10 મિનિટ ફ્લેશ કાર્ડ વડે રમતા અને દરરોજ એક કે બે દેશોના ધ્વજને યાદ રાખવા લાગ્યો અને આ રીતે તે વિશ્વના 50 થી વધુ દેશોના ધ્વજને ઓળખવા લાગ્યો.
હયાનની માતાએ ઝી 24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હયાંન 2 વર્ષનો હતો, ત્યારથી તેઓ તેને વિવિધ દેશોના ધ્વજ વિશે માહિતી આપતી રહેતી હતી. મને આશ્ચર્ય થયું જ્યારે તેણે 30 થી વધુ દેશોના ધ્વજના નામ યાદ કર્યા નહોતા. તેમ છતાં પણ તેને એક બાદ એક તમામ ધ્વજ કયા દેશના છે તે અંગે જણાવવાની શરૂઆત કરી. તેઓએ ઘણા બધા ફ્લેશ કાર્ડ્સ ખરીદ્યા હતા, જેમાંથી એક વિશ્વના વિવિધ દેશોના ધ્વજનું હતું. આ ફ્લેશ કાર્ડ જોયા પછી તેણે તમામ દેશોના ધ્વજને ઓળખવાનું શરૂ કર્યું.
Trending Photos