અંગદાન કરીને 20 મહિનાના ફુલ જેવા રિયાંશે દુનિયા છોડી, પરિવારે ભારે હૃદયે વ્હાલસોયાને વિદાય આપી

Surat News ચેતન પટેલ/સુરત : સુરતમાં 20 મહિનાના બાળકના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરાયું... એક બાળકથી પાંચને નવજીવન મળ્યું... બાળકના લિવર મુંબઈના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું.... સુરતથી મુંબઈ સુધીનો 281 કિલોમીટરનો ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો... રિયાશ ઘરના પહેલા  માળેથી આકસ્મિત રીતે પડી ગયો હતો... તબીબે તેને બ્રેઇન્ડેડ જાહેર કર્યો હતો... પરિવારે ભારે હૃદયે વ્હાલસોયાને વિદાય આપી

1/7
image

નવા વર્ષની શરૂઆતમાં સુરતમાં વીસ મહિનાના માસુમ બાળકના અંગોનું દાન કરાયુ હતું. બ્રેઈનડેડ જાહેર કરાયેલા માસૂમ રિયાંશ યશ ગજ્જરના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ફૂલ જેવો રિયાંશ દુનિયા છોડી ગયો હતો પરંતુ અન્ય પાંચ બાળકોને નવજીવન આપી મુઠ્ઠી ઉંચેરો બની ગયો હતો.

2/7
image

રિયાંશના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ 12 વર્ષીય બાળકમાં મુંબઈની નાણાવટી હોસ્પીટલમાં અને બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં બે જરૂરિયાતમંદ બાળકોમાં કરવામાં આવશે. 

3/7
image

સુરતથી મુંબઈ લિવર રોડ માર્ગે સમયસર પહોચાડવા માટે સૌ પ્રથમ વખત સુરતથી મુંબઈ સુધીનો 281 કિલોમીટરનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. સુરતથી મુંબઈની નાણાવટી હોસ્પિટલ સુધીના ગ્રીન કોરીડોર માટે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોના તંત્ર અને સત્તાધીશોએ સહકાર આપ્યો હતો  

4/7
image

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. આ ઓર્ગન ડોનેશનના કિસ્સાની હકીકત એવી છે કે, B1, 104, ઓમકાર રેસીડન્સી, પાલનપુર-કેનાલ રોડ, મીની વીરપુર મંદિરની પાસે, પાલનપુર-સુરતમાં રહેતા અને અડાજણમાં આવેલી HDFC બેંકમાં હોમલોન વિભાગમાં સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવતા યશ અજયકુમાર ગજ્જરનો વીસ મહિનાનો પુત્ર રિયાંશ તા. 28 ડીસેમ્બરના રોજ રાત્રે 7 કલાકે ઘરના પહેલા માળેથી આકસ્મિક રીતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. 

5/7
image

પરિવારજનો તાત્કાલિક અમર ચિલ્ડ્રન હોસ્પીટલમાં લઈ ગયા હતા, જ્યાં 1 જાન્યુઆરીએ રિયાંશને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો. બાળકના પરિવારને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફ સંસ્થાએ સમજાવી હતી.બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ બાળકોમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવશે.

6/7
image

સુરતથી મુંબઈ લિવર રોડ માર્ગે સમયસર પહોચાડવા માટે સૌ પ્રથમ વખત સુરતથી મુંબઈ સુધીનો 281 કિલોમીટરનો ગ્રીન કોરીડોર બનાવીને 225 મીનીટમાં લિવરને મુંબઈ નાણાવટી હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેર, સુરત ગ્રામ્ય, નવસારી ગ્રામ્ય, વલસાડ પોલીસ તેમજ મહારાષ્ટ્રના વિવિધ જિલ્લા પોલીસનો સહકાર મળ્યો હતો.

7/7
image