આ વર્ષે દિવાળી પર દેશમાં સ્વદેશી કારિગરો દ્વારા નિર્મિત માટીના દિવડાઓની ધૂમ
આ વર્ષે ચાઈનીઝ દિવડાઓના બદલે દેશના 10 જુદા-જુદા રાજ્યોના કમ્ભાર દ્વારા બનાવાયેલા સ્ટાઈલિશ, સુંદર દિવા, લેન્પ, લેન્ટર્ન, ટી લાઈટ હોલ્ડ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે.
નવી દિલ્હીઃ દિવાળી પ્રકાશનું પર્વ છે. હવે દિવાળીને બહુ દિવસો બાકી રહ્યા નથી. લોકો દિવાળીની તૈયારીમાં લાગી ગયા છે. આ વખતે લોકોએ દિવાળીને ધુ સારી રીતે અને ઈકો ફ્રેન્ડલી પદ્ધતિથી મનાવાનું નક્કી કર્યું છે. આ વર્ષે દેશના મોલ-મલ્ટીપ્લેક્સથી માંડીને મુખ્ય બજારો અને ફેરિયાઓ સ્વદેશમાં નિર્મિત માટીના બનેલા દિવડાઓનું વેચાણ કરી રહ્યા છે. આ વર્ષે ચાઈનીઝ દિવડાઓના બદલે દેશના 10 જુદા-જુદા રાજ્યોના કમ્ભાર દ્વારા બનાવાયેલા સ્ટાઈલિશ, સુંદર દિવા, લેન્પ, લેન્ટર્ન, ટી લાઈટ હોલ્ડ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે.
દિલ્હી બ્લ્યૂ પોટરી ક્લબ
દિલ્હીમાં દિલ્હી બ્લ્યૂ પોટરી ક્લબ દ્વારા આયોજિત ટેરા ફેસ્ટમાં દેશના ખૂણે-ખૂણેથી આવેલા કુંભાર માટીના બનેલા સુંદર દિવડા અને અન્ય વસ્તુઓ વેચી રહ્યા છે.
દિવડાની સુંદરતા લોકોને ગમી
અહીં વેચાણ અર્થે મુકવામાં આવેલા દિવડા એટલા સુંદર છે કે તમે ખરીદી કર્યા વગર રહી શકો નહીં. અહીં દેશભરના કારીગરોની કલાકારી તમને જોવા મળશે. આ દીવા અને લેમ્પની સુંદરતા તમારું દિલ જીતી લેશે.
ચાઈનીઝ લાઈટના સ્થાને માટીના દીવા
આ વખતે ચાઈનીઝ લાઈટનું સ્થાન માટીના દિવડાએ લીધું છે. આટલું જ નહીં લોકો માટીની પૂજાની થાળી જેવા વિકલ્પ પણ અપનાવી રહ્યા છે.
દિવામાં અનેક વિવિધતા
પહેલા માટીના દિવામાં કોઈ ખાસ ડિઝાઈન જોવા મળથી ન હતા, પરંતુ હવે કુંભારોએ જાત-જાતની ડિઝાઈનના દિવડા બનાવ્યા છે.
10 રાજ્યના કારિગરોની કલાકારી
10 રાજ્યના કુંભારો દ્વારા નિર્મિત માટીની ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. તેમાં લોકોને ગુજરાત અને મધ્યપ્રદેશના કારિગરોનું કામ ખુબ જ પસંદ આવી રહ્યું છે.
Trending Photos