આ છે દેશનો સૌથી સસ્તો 14 મહીનોવાળા રિચાર્જ Plan! અનલિમિટેડ કોલિંગ અને રોજ 2GB ડેટા, કિંમત માત્ર...

BSNL એ પોતાના લાખો ગ્રાહકોને મોટી ખુશખબરી આપી છે. જો તમે મોંઘા રિચાર્જ પ્લાન્સથી પરેશાન છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. BSNL એ એક ખુબ જ સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં તમને 425 દિવસની વેલિડિટી મળશે, એટલે કે તમને લગભગ 14 મહિના સુધી કોઈ રિચાર્જની ચિંતા કરવાની રહેશે નહીં. આ પ્રકારનો પ્લાન અત્યાર સુધી કોઈ ટેલીકોમ કંપની ઓફર કરી રહી નથી. કિંમત જાણીને તમે પણ કહેશો કે આ દેશનો સૌથી સસ્તો 14 મહિનાનો રિચાર્જ પ્લાન છે બીજો કોઈ નહીં. ચલો જાણીએ તેના વિશે....

મળશે અનલિમિટેડ કોલિંગ

1/5
image

મોબાઈલ રિચાર્જના ભાવ સતત વધી રહ્યા છે. એવામાં લોકો લાંબી વેલિડિટીવાળા પ્લાન્સ શોધી રહ્યા છે. BSNL એ પોતાના ગ્રાહકો માટે ઘણા સસ્તા પ્લાન્સ લોન્ચ કર્યા છે. તેમાંથી એક ખુબ જ ખાસ પ્લાન છે. આ પ્લાનમાં તમને 365 દિવસના બદલે 425 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ ફ્રી કોલિંગ અને ઘણો બધો ડેટા પણ વાપરવા મળશે.

BSNL Offer

2/5
image

BSNL ના પ્લાન્સમાં એક ખાસ પ્લાન 2399 રૂપિયાનો છે. આ પ્લાનમાં તમને 425 દિવસની વેલિડીટી મળશે. એટલે કે તમે એકવાર રિચાર્જ કરાવશો તો પુરેપુરા 15 મહિના સુધી કોઈ રિચાર્જ કરવાની ચિંતા રહેશે નહીં. પહેલા આ પ્લાનમાં 395 દિવસની વેલિડિટી મળતી હતી.

BSNL 2399 Plan Details

3/5
image

2399 રૂપિયાવાળા આ પ્લાનમાં તમને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ મળશે. તમને રોજનું 2GB હાઈ સ્પીડ ડેટા મળશે, એટલે કે આખા પ્લાનની વેલિડિટી દરમિયાન તમને કુલ 850GB ડેટા મળશે. તેના સિવાય તમને રોજના 100 ફ્રી SMS પણ મળશે.

BSNL નો 365 દિવસનો પ્લાન

4/5
image

જો 2399 રૂપિયાનો પ્લાન તમારા બજેટમાં આવતો નથી તો તમે BSNL નો 1999 રૂપિયાવાળો પ્લાન પસંદ કરી શકો છો. આ પ્લાનમાં તમને પુરેપુરા 365 દિવસોની વેલિડિટી મળશે.

BSNL 1999 Plan

5/5
image

આ પ્લાનમાં પણ તમને અનલિમિટેડ ફ્રી કોલિંગ અને 600GB હાઈ સ્પીડ ડેટા મળશે. તમને રોજના 100 ફ્રી SMS પણ મળશે. આ પ્લાન તે લોકો માટે ખુબ સારો છે જે ઓછા ખર્ચમાં મોબાઈલ સેવાઓ લેવા માંગે છે.