રામ પ્રસાદ બિસ્મિલ જયંતી: આ રીતે એક ચાદરના કારણે ફસાઇ ગયા ક્રાંતિકારી...
રામ પ્રસાદ બિસ્મિલ મહત્વના સ્વતંત્રતા સેનાની હતા. તેમનો જન્મ 11 જૂન, 1897નાં રોજ શાહજહાપુર, ઉત્તરપ્રદેશમાં થયો હતો.
રામ પ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં 10 લોકોએ 9 ઓગષ્ટ, 1925ના રોજ લખનઉના કાકોરી ખાતે ચાલુ ટ્રેને 4 હજારની લૂંટ ચલાવી.
કાંકોરી લૂંટથી હતપ્રભ થયેલ અંગ્રેજ તંત્રને લૂંટ કોણે ચલાવી તે અંગે કોઇ જ માહિતી મળી નહોતી, ઇનામની જાહેરાત છતા માહિતી નહોતી
જો કે એક ચાદર પર રહેલા સિક્કાએ સમગ્ર કાકોરી કાંડને ઉઘાડુ પાડી દીધું હતું, તે ચાદર બિસ્મિલના સાથે બનારસીલાલની હતી
ત્યાર બાદ એક પછી એક ક્રાંતિકારીઓની ધરપકડ અને આકરી પુછપરછના કારણે આખરે કાકોરી કાંડ ઉકેલવામાં અંગ્રેજો સફળ રહ્યા
આખરે અંગ્રેજ સરકારે હંમેશાની જેમ સુનવણીનું નાટક કરીને રામપ્રસાદ બિસ્મિલ, અશ્ફાક ઉલ્લા ખાં અને રોશન સિંહને ફાંસીની સજા ફટકારી
જ્યારે બિસ્મિલને અંતિમ ઇચ્છા પુછવામાં આવી તો તેમણે કહ્યું, બ્રિટિશરોથી મુક્ત ભારત, અને વૈદિક મંત્રોચ્ચાર કરતા કરતા હસતા મોઢે ફાંસીના માચડે ચડી ગયા
Trending Photos