Glasgow study: તાવ-શરદી સારા કારણ કે જો તમારા શરીરમાં આ વાયરસ હશે તો કોરોના કશું બગાડી શકશે નહીં!

આ રિસર્ચ માટે વૈજ્ઞાનિકોએ રિસ્પિરેટરી ટ્રેકની રેપ્લિકા બનાવી. ત્યારબાદ તેમા કોરોના વાયરસ  અને રાઈનોવાયરસને એક સાથે છોડી મૂક્યા. 

નવા રિસર્ચમાં સામે આવી મહત્વની જાણકારી

1/6
image

લંડન: એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહીં. એટલે કે જે જીતે એ સિકંદર. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગ્લાસગો યુનિવર્સિટીના એક રિસર્ચ મુજબ શરીરમાં જો સામાન્ય શરદી ઊધરસ તાવ પેદા કરતો વાયરસ એટલે કે રાઈનો વાયરસ હોય તો તે સમયે કોરોના વાયરસ તમારું કશું બગાડી શકે નહીં. 

કોરોના વાયરસને રોકતો વાયરસ

2/6
image

બ્રિટનની ગ્લાસગો યુનિવર્સિટીના શોધ મુજબ Rhinovirus કોરોના વાયરસના Replication ને રોકે છે. કારણ કે બંને એક જ પ્રકારના વાયરસ છે અને ત્યારબાદ બંને વાયરસમાં ઘમાસાણ શરૂ થાય છે. જેમાં મજબૂત રાઈનોવાયરસ કોરોના વાયરસના પ્રસારને સીમિત કરે છે અને માણસના શરીર પર તેની ખાસ અસર રહેતી નથી.   

ગ્લાસગો યુનિવર્સિટીની ટ્વીટ

3/6
image

ગ્લાસગો યુનિવર્સિટીના સેન્ટર ફોર વાયરસ રિસર્ચના વૈજ્ઞાનિકોના નવા સ્ટડીને જર્નલ ઓફ ઈન્ફક્શિયસ ડિસિઝમાં પબ્લિશ કરાયો છે. ગ્લાસગો યુનિવર્સિટીએ તેને પોતાન ટ્વિટર હેન્ડલ ઉપર પણ શેર કર્યો છે અને ગ્રાફના માધ્યમથી સમજાવવાની કોશિશ કરી છે કે કઈ રીતે રાઈનોવાઈરસ કોરોના વાયરસને રોકી રાખવામાં સક્ષમ જોવા મળે છે. ગ્રાફ- ગ્લાસગો યુનિવર્સિટી

ચોંકાવનારા પરિણામ

4/6
image

આ રિસર્ચ માટે વૈજ્ઞાનિકોએ રેસ્પિરેટરી ટ્રેકની રેપ્લિકા બનાવી. ત્યારબાદ તેમા કોરોના વાયરસ અને રાઈનો વાયરસને એક સાથે છોડ્યા. વૈજ્ઞાનિકોએ તેના પર નજર રાખી અને તેના ચોંકાવનારા પરિણામ આવ્યા. વૈજ્ઞાનિકોએ જોયું કે રાઈનો વાયરસે કોરોના વાયરસને રેસ્પિરેટરી  ટ્રેકમાં એન્ટ્રી જ ન થવા દીધી. 

રાઈનોવાયરસ ભારે પડ્યો

5/6
image

આ રિસર્ચ દરમિયાન શરૂઆતના 24 કલાક સુધી  રાઈનો વાયરસ સંપૂર્ણ રીતે ભારે પડ્યો. તેણે માત્ર કોરોના વાયરસનો વૃદ્ધિ દર રોક્યો એટલું જ નહીં પરંતુ પોતાને પણ ઝડપથી મજબૂત કર્યો. જો કે વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ રિસર્ચથી સંપૂર્ણ રીતે એ સાબિત થતું નથી કે જો તમે રાઈનો વાયરસથી સંક્રમિત થયા છો તો તમે કોરોનાથી સંક્રમિત છો. હકીકતમાં રાઈનો વાયરસ ખતમ થયા બાદ કોરોના વાયરસ ફરીથી જોર પકડી શકે છે. 

રસી લગાવવી જરૂરી

6/6
image

વૈજ્ઞાનિકોએ કહ્યું કે કોરોના વાયરસથી બચવા માટે જરૂરી છે કે લોકો રસી ખાસ મૂકાવે. નહીં જો જીવ જોખમાઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવ્યા કે કોરોના વાયરસને જરાય હળવાશમાં ન લે, કારણ કે તે સતત પોતાને ઈમ્યુન પણ કરી રહ્યો છે. (તસવીરો-રોયટર્સ) 

PICS: બાબા રામદેવના આશ્રમમાં યોગ શીખવા ગયેલી અભિનેત્રીને વિધાયક જોડે પ્રેમ થઈ ગયો, રસપ્રદ લવસ્ટોરી