ગુજરાત માથે સંકટના વાદળો, આવી ગઈ કમોસમી વરસાદની આગાહી, જાણો શું કહે છે હવામાન વિભાગ

ગુજરાતમાં એક તરફ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે, બીજીતરફ વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ક્યારેક ઠંડી વધી જાય છે તો ક્યારેક ગાયબ થઈ જાય છે. આ વચ્ચે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 

ગુજરાત વેધર

1/4
image

અમદાવાદઃ ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધ્યું છે. બે-ત્રણ દિવસ સુધી લોકોને ઠંડીમાં થોડી રાહત મળી હતી. પરંતુ ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે રાજ્યમાં વિવિધ જગ્યાએ લઘુત્તમ તાપમાનમાં 2થી 6 ડિગ્રી સુધીનો ઘટાડો થવાને કારણે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. રાજ્યમાં ઉત્તરાયણ સુધી ઠંડી યથાવત રહી શકે છે. બીજીતરફ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

હવામાન વિભાગની આગાહી

2/4
image

ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગે પણ એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થયું છે. જેના પગલે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો માવઠું થશે તો શિયાળું પાકને નુકસાન થઈ શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી છાંટા પડી શકે છે. પશ્ચિમ રાજસ્થાનમાં ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં તાપમાન ઊંચકાયું છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1-2 ડિગ્રી વધ્યું છે. 

3/4
image

રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થયા વરસાદની આગાહી કરી છે. જેને પગલે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં તાપમાન ઊંચકાયું છે. જેથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1-2 ડિગ્રી વધ્યું છે. ગુજરાતનું વાતાવરણ ભયંકર રીતે કરવટ બદલી રહ્યું છે. ઠંડીની આવજા ચાલુ છે. આ વચ્ચે હવે ગુજરાતમાં વાદળો મંડરાયા છે. આજથી ગુજરાતમાં સંકટના વાદળો છવાશે. ગુજરાતમાં ફરી વાદળો મંડરાયા છે, અને કમોસમી વરસાદની આગાહી આવી છે. બનાસકાંઠામાં વરસાદી છાંટા આવ્યા છે. 

અંબાલાલની આગાહી

4/4
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યં કે, રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્શિયલ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. દિવસે પંખા ચાલુ રાખવાની પણ સ્થિતિ આવી શકે છે.