વડોદરાના ખેડૂતે વિશ્વની સૌથી ઊંચી ખુરશી બનાવીને રેકોર્ડ સર્જ્યો, જેના પર બેસશે રામ લલ્લાં

વડોદરાના ભાયલી ગાના ખેડૂતે વિશ્વની સૌથી ઊંચી ખુરશી બનાવીને રેકોર્ડ સર્જ્યો છે. 20 ફૂટ ઊંચી ખુરશી બનાવીને એક ખેડૂતે અદભૂત કલાકારીગરી સર્જી છે. દોઢ લાખ રૂપિયાની ખુરશીને બનાવવામાં ખેડૂતને 25 દિવસનો સમય લાગ્યો હતો. 5 ઓગસ્ટે રામ ભગવાનની 20 ફૂટની તસ્વીર આ ખુરશી પર મૂકાશે. રામ મંદિર ભૂમિ પૂજનની ખુશીમાં તસ્વીર બનાવાશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વિશ્વમાં 10 ફૂટની ઊંચી ખુરશી બનાવવામાં આવી હતી. જ્યારે ગુજરાતના આ ખેડૂતે 20 ફૂટ ઊંચી ખુરશી બનાવીને નવો રેકોર્ડ સર્જ્યો છે. 

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના ભાયલી ગાના ખેડૂતે વિશ્વની સૌથી ઊંચી ખુરશી બનાવીને રેકોર્ડ સર્જ્યો છે. 20 ફૂટ ઊંચી ખુરશી બનાવીને એક ખેડૂતે અદભૂત કલાકારીગરી સર્જી છે. દોઢ લાખ રૂપિયાની ખુરશીને બનાવવામાં ખેડૂતને 25 દિવસનો સમય લાગ્યો હતો. 5 ઓગસ્ટે રામ ભગવાનની 20 ફૂટની તસ્વીર આ ખુરશી પર મૂકાશે. રામ મંદિર ભૂમિ પૂજનની ખુશીમાં તસ્વીર બનાવાશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વિશ્વમાં 10 ફૂટની ઊંચી ખુરશી બનાવવામાં આવી હતી. જ્યારે ગુજરાતના આ ખેડૂતે 20 ફૂટ ઊંચી ખુરશી બનાવીને નવો રેકોર્ડ સર્જ્યો છે. 

1/2
image

કુલ 1500 કિલો વજનની આ ખુરશી છે. ભાયલી ગામના અરવિંદ પટેલ નામના ખેડૂત અને સાથે જ બિઝનેસ પણ કરતા શખ્સે આ ખુરશી બનાવી છે. 5 ઓગસ્ટના રોજ ખુરશી પર ભગવાન રામજીની 20 ફૂટ ઊંચી તસ્વીર ખુરશી પર મૂકાશે. 

2/2
image

ભાયલીના લોકો માટે ખુરશી આકર્ષણનું કેન્દ્ર બની છે. અરવિંદભાઈ અમેરિકા ગયા હતા, ત્યારે તેઓએ ત્યાં 5 થી 10 ફૂટ ઊંચી ખુરશી જોઈ હતી. જેના પરથી ભગવાન રામજી માટે 20 ફૂટ ઊંચી ખુરશી બનાવવાનો વિચાર તેઓને આવ્યો હતો. આ કારણે તેઓએ ભારત આવીને પોતાનો વિચાર અમલમાં મૂક્યો હતો.