આ દિશામાં પકાવેલું ભોજન બની જાય છે ઝેર, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રનું હિન્દુઓમાં ખુબ મહત્વ હોય છે. જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો આપણું જીવન સુખમય રહેતું નથી. હંમેશા લોકો અજાણતા ભૂલ કરતા હોય છે. જાણકારીના અભાવમાં સતત તે ભૂલ કરતા રહે છે. તો આજે અમે તમને કેટલીક વાસ્તુ ટિપ્સ જણાવી રહ્યાં છીએ જેને અપનાવી તમે ખુશ રહી શકો છો.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરની દક્ષિણ દિશામાં ભોજન ન બનાવો. જો તમે આમ કરો છો તો તેને અશુભ માનવામાં આવે છે.
વાસ્તુ પ્રમાણે ભૂલમાં પણ પશ્ચિમ દિશામાં ભોજન ન બનાવો. જો તમે આમ કરો છો તો ઘરમાં બરકત જોવા મળશે નહીં.
જો તમે ઉત્તર દિશામાં ભોજન બનાવી રહ્યાં છો તો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ હોય છે. સાથે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સુધરે છે.
જો કોઈ વ્યક્તિ પોતાના ઘરની પૂર્વ દિશામાં ભોજન બનાવે છે તો તે ખુબ શુભ માનવામાં આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
Trending Photos