Photos: શું છે ‘ચિલ્લઈ કલા’, જેના 40 દિવસમાં કાશ્મીર ઠરીનું ઠીકરું થઈ જાય છે

 ગુજરાતમાં હાલ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જેના માટે આપણે ઉત્તરના પવનને કારણભૂત ગણીએ છીએ. કાશ્મીરમાં પડતી બરફવર્ષાની સીધી અસર આપણે ત્યા થાય છે. આવામાં તમે બધાના મોઢે સાંભળ્યુ હશે કે, કાશ્મીરમાં ચિલ્લા કલાની શરૂઆત થઈ છે. કેટલાક તેને ચિલ્લઈ કલા પણ કહે છે. તો શું છે આ ચિલ્લા કલા, આજે જાણીએ. (તસવીર સાભાર - ટ્વિટર) 

ગુજરાત : ગુજરાતમાં હાલ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જેના માટે આપણે ઉત્તરના પવનને કારણભૂત ગણીએ છીએ. કાશ્મીરમાં પડતી બરફવર્ષાની સીધી અસર આપણે ત્યા થાય છે. આવામાં તમે બધાના મોઢે સાંભળ્યુ હશે કે, કાશ્મીરમાં ચિલ્લા કલાની શરૂઆત થઈ છે. કેટલાક તેને ચિલ્લઈ કલા પણ કહે છે. તો શું છે આ ચિલ્લા કલા, આજે જાણીએ. (તસવીર સાભાર - ટ્વિટર) 

1/5
image

કાશ્મીર ઘાટીમાં 21 ડિસેમ્બરથી ચિલ્લઈ કલાની શરૂઆત થઈ ગઈ છે. તે હવે જાન્યુઆરીના અંતમાં સમાપ્ત થશે. 40 દિવસ સુધી ચાલનાર ચિલ્લઈ કલા ભયંકર ઠંડીવાળો સમય માનવામાં આવે છે. ચિલ્લાઈ કલા દરમિયાન કાશ્મીર ઘાટીમાં બધુ જામી જાય તેવી ઠંડી પડે છે. આ દરિમયાન ઘાટીમાં તમામ જળ સ્ત્રોત પૂર્ણ રીતે ઠરી જાય છે. કાશ્મીર ઘાટી હાલ આ જ ચિલ્લઈ કલાનો સામનો કરી રહી છે. આ એ સમય હોય છે, જેમા સૌથી વધુ હિમપાત થાય છે. આ સમય દરમિયાન ગુલમર્ગમાં ઠંડીવાળી રમતો પણ રમાય છે. 40 દિવસની ભીષણ ઠંડી ચિલ્લઈ કલા બાદ 20 દિવસ લાંબી ચિલ્લઈ ખુર્દ આવશે. અને પછી 10 દિવસ ચાલનાર ચિલ્લઈ બચ્ચા આવશે. કલા મતલબ મોટો અને ખુર્દનો મતલબ નાનો એમ થાય છે. (તસવીર સાભાર - ટ્વિટર) 

2/5
image

કાશમીરમાં હાડ થીજવતી ઠંડી ત્રણ મહિના સુધી ચાલે છે. ભાગમાં વહેંચવામાં આવી છે. ચિલ્લઈ કલા, ચિલ્લઈ ખુર્દ અને ચિલ્લઈ બચ્ચા. ચિલ્લાઈ કલા 40 દિવસનો સમયગાળો હોય છે. જે 21 ડિસેમ્બરથી શરૂ થાય છે અને 31 જાન્યુઆરી સુધી રહે છે. ચિલ્લાઈ કલા બાદ ચિલ્લઈ ખુર્દ આવે છે. જેને કલા કરતા ઓછી ઠંડી કહેવાય છે. આ સમયગાળો 20 દિવસનો હોય છે. જે જાન્યુઆરી 31 થી ફેબ્રુઆરી 19 સુધી રહે છે. ત્યાર બાદ ચિલ્લાઈ બચ્ચાને બેબી ઠંડી કહેવાય છે. જે ફેબ્રુઆરી 20થી માર્ચ 22 સુધી રહે છે. (તસવીર સાભાર - ટ્વિટર) 

3/5
image

પર્શિયન પરંપરાની રસપ્રદ માહિતી મુજબ, 21 ડિસેમબરની રાતને શબ-એ-યાલ્દા ‘નાઈટ ઓફ બર્થ’ અથવા ‘શબ-એ-ચેલ્લે’ના રૂપમાં ઉજવવામાં આવે છે. એટલે કે ચાળીસ દિવસની રાત. ઈરાની અજરબૈજિનિઓ તેને ચીલા ગીજાસી કહે છે, જે ઠંડીના પહેલા 40 દિવસોની શરૂઆતનું પ્રતિક છે. ઈરાની પરંપરા કાશ્મીરમાં પણ બચેલી છે. જ્યાં ચિલ્લાઈ કલા 40 દિવસની કાતિલ ઠંડીને કહેવામાં આવે છે. (તસવીર સાભાર - ટ્વિટર) 

4/5
image

ચિલ્લાઈ કલા દરમિયાન કાશ્મીર વેલીનું વાતાવરણ અતિ ઠંડુ અને ડ્રાય બની જાય છે. ઠંડી એટલી પડી જાય છે કે, બધુ જ જામી જાય છે. ચિલ્લાઈ કલામાં સ્નોફોલ થવાની શક્યતા મેક્સિમમ રહેલી છે. આ 40 દિવસના સમયગળામાં બરફ જામી જાય છે, અને લાંબા સમય સુધી આવી સ્થિતિ રહે છે. આ બરફ ઘાટીને ગ્લેશિયર્સ સાથે જોડે છે અને કાશ્મીરમાં નદીઓ, સરોવર અને બારમાસી જળાશયો માટે ગરમીમાં ચાલે તેટલું પાણી એકઠુ થઈ જાય છે. ચિલ્લઈ કલા બાદ બરફવર્ષા થતી નથી. (તસવીર સાભાર - ટ્વિટર) 

5/5
image

ચિલ્લાઈ કલામાં પડતી ઠંડી હાડકાની શક્તિને નબળી અને અસહાય બનાવી દે છે. પહેલાના સમયમાં અનેક પરિવારો ચિલ્લઈ કલાના પહેલા દિવસે શેબડેગ બનાવતા હતા. ડિસેમ્બર 20-21ની રાતે માટીના એક વાસણમાં શલજમ અને મસાલાની સાથે તેને પકાવવામાં આવતુ હતું. છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે. ચિલ્લઈ કલા કરતા ચિલ્લઈ ખુર્દ અને ચિલ્લઈ બચ્ચામાં પણ બરફવર્ષા પડતી જોવા મળે છે. (તસવીર સાભાર - ટ્વિટર)