Motivational Thought: સુખી જીવન માટે જીવનમાં અપનાવો જયા કિશોરીની આ 5 વાતો

Motivational Thought: જયા કિશોરી લોકપ્રિય અને પ્રખ્યાત કથા વાચિકા અને મોટીવેશનલ સ્પીકર છે. તે પોતાના પ્રવચનથી લોકોને સકારાત્મકતાના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. તેમની કેટલીક વાતો એવી છે જેને જીવનમાં અપનાવવાથી સુખી જીવન જીવી શકાય છે.
 

Motivational Thought: સુખી જીવન માટે જીવનમાં અપનાવો જયા કિશોરીની આ 5 વાતો

Motivational Thought: જયા કિશોરી પોતાના કથા વાંચનના ગુણ અને સાથે જ સરળ વ્યક્તિત્વ માટે પ્રખ્યાત છે. તે જીવન જીવવાની પ્રેરણાત્મક વાતો પણ જણાવે છે. તેમની કેટલીક વાતો એવી છે જેને જીવનમાં અપનાવવામાં આવે તો વ્યક્તિ સુખી જીવન જીવી શકે છે. જયા કિશોરી યુવાનોમાં લોકપ્રિય છે. તેમણે કેટલીક મહત્વની વાતો જણાવી છે જેને અપનાવવામાં આવે તો વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે અને સાથે જ સામાજિક રીતે પણ વ્યક્તિ સન્માનથી જીવી શકે છે. નવા વર્ષની શરૂઆત પણ તમારે સકારાત્મકતા સાથે કરવી હોય અને જીવનને સુખી અને સફળ બનાવવું હોય તો આ 5 વાતોને અપનાવો. 

સકારાત્મક વિચારો 

જયા કિશોરીનું માનવું છે કે દરેક દિવસની શરૂઆત સકારાત્મકતા સાથે કરવી જોઈએ. દરેક નવો દિવસ નવો અવસર લઈને આવે છે તેથી રોજ સવારે ભગવાનનો આભાર માનો અને સકારાત્મક વિચારો. તેનાથી આખો દિવસ સારો જશે અને જે પણ કામ કરશો તે સફળતાપૂર્વક પૂરા થશે. 

સાચા મનથી કામ કરો 

જયા કિશોરી જણાવે છે કે જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવું હોય તો મહત્વપૂર્ણ છે કે તમે જે પણ કામ કરો તે સાચા મનથી કરો. દરેક કામને સો ટકા પ્રયત્નો આપો. જો તમે સાચા મન અને નિષ્ઠાથી કામ કરશો તો સારું રિઝલ્ટ ચોક્કસથી મળશે. 

માતા-પિતાનો આદર કરો 

જયા કિશોરી કહે છે કે દરેક વ્યક્તિએ માતા-પિતા અને વડીલો સન્માન કરવું જોઈએ. જીવનમાં સુખ અને સફળતાનો આધાર આ સદગુણ અને સંસ્કાર છે. તેથી માતા-પિતાનો અનાદર ક્યારેય ન કરો. 

ધીરજ રાખો 

મુશ્કેલ સમયમાં ધીરજ રાખવાથી મુશ્કેલીનું સામનો કરવાની મદદ મળે છે. દરેક સમસ્યાનું સમાધાન નક્કી જ છે તેથી થોડા સમય માટે ધીરજ રાખો. તમારા જીવનમાં આવેલી સમસ્યાનું નિરાકરણ પણ થશે પરંતુ ધીરજ રાખવી જરૂરી છે. 

બીજાની મદદ કરો 

જયા કિશોરી જણાવે છે કે બીજાની સેવા કરવી અને મદદ કરવી સૌથી મોટો ધર્મ છે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાથી ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે. પોતાની ક્ષમતા અનુસાર હંમેશા મદદ કરતા રહેવું જોઈએ. તમારા કારણે જો કોઈના ચહેરા પર સ્મિત આવે છે તો તે સૌથી મોટી ઉપલબ્ધ છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news