Wife Swapping શું છે? કેવી રીતે થઈ શરૂઆત? ગુજરાતમાં પણ ફેલાયો પત્નીની અદલાબદલીનો રોગ!

Wife Swapping: પોતાની પત્નીઓની અદલાબદલી કરવાનો વિચિત્ર ટ્રેન્ડ હવે આપણાં ત્યાં પણ શરૂ થયો છે. આ વિચિત્ર ટ્રેન્ડનું નામ છે વાઈફ સ્વેપિંગ. અત્યાર સુધી વિદેશોમાં આ વસ્તુ હતી, ધીરે ધીરે ભારતના બીજા રાજ્યોમાં પણ આ દુષણ આવ્યું...પણ હવે આ વિચિત્ર રોગનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. જાણો વાઈફ સ્વેપિંગનો ટ્રેન્ડ ક્યાંથી આવ્યો....

Wife Swapping શું છે? કેવી રીતે થઈ શરૂઆત? ગુજરાતમાં પણ ફેલાયો પત્નીની અદલાબદલીનો રોગ!

Wife Swapping: તાજેતરમાં જ ગુજરાતના સુરતમાંથી સામે આવ્યો વાઈફ સ્વેપિંગનો આવો જ એક વિચિત્ર કિસ્સો. આ વિચિત્ર માનસિકતા ધરાવતા શોખમાં સામેલ હતા 4 ડોક્ટરો. ફિયાન્સીઓની અદલાબદલી, સુરતમાં 4 ડોક્ટરોનો જાગ્યો નવો શોખ, આ સમાચારની ગુજરાતમાં ખુબ ચર્ચા જગાવી...સુરતમાં સામે આવ્યો આખા સમાજને શરમમાં મુકે એવો શરમજનક કિસ્સો... ત્યારે સવાલ એ થાય છેકે, સભ્ય સમાજમાં આ પ્રકારનું દૂષણ ક્યાંથી આવ્યું...આ આર્ટિકલમાં આ અંગે વાત કરીશું વિગતવાર....

વિદેશોમાં પતિ-પત્નીના સંબંધોને એટલું મહત્ત્વ નથી આપવામાં આવતું. ત્યાંનું કલ્ચર એવું છેકે, એક એક વ્યક્તિ પોતાની લાઈફમાં ચાર-ચાર પાંચ-પાંચ વાર લગ્ન કરે છે. ત્યારે ત્યાં એવા પણ શોખ હોય છેકે, લોકો પોતાની પત્નીઓની મિત્રો સાથે અદલાબદલી કરીને સંબંધ બાંધતા હોય છે. પત્નિઓ પણ આવું કરવા માટે રજામંદી આપી દેતી હોય છે. પણ હવે આ વિચિત્ર શોખ ભારતમાં અને છેક ગુજરાતના મોટા શહેરોમાં પહોંચી ગયો છે. જેનું દેખીતું ઉદાહરણ છે સુરતના 4 ડોક્ટરોની ફિયાન્સીની અદલાબદલી કરવાનો કિસ્સો...

જમાનો તેજ રફતારનો છે. હાઈસ્પીડ ઈન્ટરનેટે સમાજની દિશા બદલી નાખી છે. લોકો બહુ જલદી બધુ મેળવવા માંગે છે. હાઈ સોસાયટી હોય કે મિડલ ક્લાસ બધા પોત પોતાની રીતે એક્સ ફેક્ટરની શોધમાં હોય છે. રિલેશનશીપ એક્સપર્ટના મતે કેટલાક લોકો આ એક્સ ફેક્ટરની શોધમાં રહે છે. કેટલાક પરણિત કપલ તો તેના આદી થઈ જાય છે. એક્સપર્ટના જણાવ્યાં મુજબ એવા અનેક કેસ સામે આવ્યા છે જેમાં સામાન્ય રીતે બે પ્રકારના કેસ હોય છે. એકમાં બંને પાર્ટનરની મરજી હોય છે જ્યારે બીજામાં એક પાર્ટનર તૈયાર હોતો નથી પણ તેના પર દબાણ સર્જવામાં આવે છે. 

શું હોય છે આ વાઈફ સ્વેપિંગ?
આ વાઈફ સ્વેપિંગ હેઠળ પતિ અને પત્ની પરસ્પર મંજૂરીથી પાર્ટનર બદલે છે. તેના દ્વારા તેઓ પોતાની સેક્સ્યુઅલ ડિઝાયર પૂરી કરે છે. તે એક દિવસ કે પછી એક કરતા વધુ દિવસનું પણ હોઈ શકે છે. આ વાઈફ સ્વેપિંગ હેઠળ પતિ અને પત્ની પરસ્પર મંજૂરીથી પાર્ટનર બદલે છે. તેના દ્વારા તેઓ પોતાની સેક્સ્યુઅલ ડિઝાયર પૂરી કરે છે. તે એક દિવસ કે પછી એક કરતા વધુ દિવસનું પણ હોઈ શકે છે. કેટલાક લોકોનું કહેવું છે કે તેનાથી જીવનમાં નવી ઉર્જા આવે છે. કપલ્સની મંજૂરી હોય છે એટલે તેમાં કોઈને કોઈની સાથે બેવફાઈની ફરિયાદ હોતી નથી. 

વાઈફ સ્વેપિંગમાં શું કરવામાં આવે છે?
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો વાઈફ સ્વેપિંગ એટલે પત્નીઓની અદલાબદલી. આવું તમે અક્ષયકુમાર અને બોબી દેઓલની ફિલ્મ અજનબીમાં જોયું હશે. બસ એજ વસ્તુ હવે હાઈફાઈલ લોકોમાં મોર્ડન કલ્ચરનું રૂપ લઈ રહ્યું છે. જેમાં પતિના મિત્રો, બિઝનેસ પાર્ટનરો અને ઘણાં કિસ્સામાં પાડોશીઓની સાથે પતિઓ પોતે પોતાની પત્નીઓની અદલાબદલી માટેની પાર્ટી રાખે છે. આ પ્રકારની પાર્ટીને સીક્રેટ પાર્ટી, સ્પેશિયલ પાર્ટી, સોશ્યિલ પાર્ટી, રિલેક્સ પાર્ટી, રેવ પાર્ટી, સ્વેપિંગ પાર્ટી, એક્સચેન્જ પાર્ટી જેવા અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. જેમાં મિત્રો કોઈ એક વ્યક્તિના ઘરે એકઠા થાય છે અને ત્યાં પોતાના ઘરની, ગાડીની ચાલીઓ કાઢીને ટેબલ પર મુકે છે. પછી એ લોકો હાથ તાળી આપીને દાવ પકાવે છે. અથવા તો બોટલ સ્પીન કરીને વારો કાઢે છે. આ ઉપરાંત ઘણીવાર એ લોકો કિચન-કી...ની રમત રમે છે. જેમાં તેઓ પોતાના ઘર અને ગાડીની ચાવી સાથે પોતાની વાઈફને પોતાના મિત્રને હવાલે કરી દે છે. અને પછી તેઓ આ રીતે ત્યાંથી પોતપોતાના નક્કી કરેલાં સ્થળે ઘરે અથવા બહાર આ વિચિત્ર રમત રમવા પહોંચી જાય છે. 

વિચિત્ર રમત અંગે મોટો ખુલાસોઃ
ઘણીવાર આ રમત એક દિવસની હોય છે. ઘણીવાર આ રમત બેથી ત્રણ દિવસની હોય છે. અને આ પ્રકારનો શોખ ધરાવતા નવા નવા લોકો આમાં ઉમેરાતા જાય છે. આ રમતમાં સૌથી મેઈન વાત એ છેકે, વાઈફ સુંદર હોવી જોઈએ અને તે પોતે પણ આ રમતમાં રાજીખુશી તૈયાર થવી જોઈએ. કારણકે, આ આખો ખેલ પરસ્પરની રજામંદીથી ચાલે છે. જોકે, અપવાદરૂપ કિસ્સામાં એવું પણ બને છેકે, વિકૃત માનસિકતા ધરાવતો પતિ પોતાની પત્નીને મારઝૂડ કરીને અથવા જબરદસ્તી આવું કામ કરાવતો હોય. અને બીજાની સાથે પોતાની પત્નિને સંબંધ બાંધવા દબાણ કરતો હોય, જે એક મોટો ગુનો બને છે.  

કેવી રીતે થઈ વાઈફ સ્વેપિંગની શરૂઆત:
એવું કહેવાય છે કે સેકન્ડ વર્લ્ડ વોરનો સમય હતો. અમેરિકન ફાઈટર પાઈલટ અનેક મોરચે યુદ્ધ કરી રહ્યા હતા. પત્નીઓ દરરોજ તેમના ફાઈટર પતિઓને ગુડલક કિસ આપીને વિદાય આપતી હતી. પરંતુ તેમને એ વાતનો ભરોસો નહતો કે તેઓ રાતે તેમના પાર્ટનરને કિસ કરી શકશે કે નહીં. એવું કહેવાય છે કે આવી હાલતમાં કેટલાક ફાઈટર પાઈલટોએ એક રાતની 'ચેન પાર્ટી' રાખી. પાર્ટીમાં પાઈલટોએ પોતાની કારની ચાવીઓ બોક્સમાં રાખી દીધી. જે પાઈલટના હાથમાં બીજા પાઈલટની ચાવી આવી તેમણએ તે રાત તેની પત્ની સાથે વિતાવી. એવું કહેવાય છે કે અહીંથી જ વાઈફ સ્વેપિંગનો પાયો પડ્યો. 

વાઈફ સ્વેપિંગ અંગે શું કહે છે કાયદો?
વાઈફ સ્વેપિંગ દુનિયાના કોઈ પણ દેશમાં કાયદેસર નથી. કપલ્સની મંજૂરી હોય કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ આ માટે કોઈ ખાસ કાયદો પણ નથી. જો પતિ અને પત્ની મંજૂરીથી પાર્ટનર બદલે તો તે પરસ્પર કન્સેન્ટનો મામલો કહેવાય છે. તેમાં કોઈ કેસ ત્યાં સુધી ન થઈ શકે જ્યાં સુધી ત્રીજો પક્ષ તેનાથી પીડિત ન હોય. જો કે કોઈ પરણિત મહિલા કે પુરુષનો એકથી વધુ સાથે સંબંધ બનાવવો કાનૂની ગુનો છે. પકડાય અને દોષિત સાબિત થાય તો IPC ની કલમ 323, 328, 376, 506 હેઠળ કેસ થઈ શકે છે. 

મેટ્રો શહેરોમાં 27 ટકા કપલ્સ સામેલ:
લગભગ એક દાયકા પહેલા ભારતીય નેવીના એક જૂનિયર ઓફિસરની પત્નીએ તેના પતિ અને તેના યુનિટના ઓફિસરો પર ગંભીર આરોપ લગાવ્યો હતો. ઓફિસરની પત્નીએ વાઈફ સ્વેપિંગમાં સામેલ હોવાનો આરોપ લગાવીને સનસની મચાવી હતી. એક સર્વે મુજબ ભારતના મેટ્રો શહેરોના લગભગ 27 ટકા કપલ્સ આ  ગતિવિધિઓમાં સામેલ છે. આ આંકડો ચોંકાવનારો છે. 

મહાનગરોથી નાના શહેરો સુધી:
એક જાણકારી મુજબ હાલના દિવસોમાં મોટા શહેરોમાં હાઈ સોસાયટીથી લઈને નાના શહેરો સુદ્ધામાં પત્નીઓની અદલાબદલીનું ચલણ જોવા મળી રહ્યું છે. રિલેશનશિપ સંલગ્ન મામલાઓનું કાઉન્સિલિંગ કરનારા એક્સપર્ટ સાયકોલોજિસ્ટ ડો. ઈશિતા મુખર્જીના જણાવ્યાં મુજબ વાઈફ સ્વેપિંગ આપણા શહેરી કામકાજી લાઈફ સ્ટાઈલનું એક કડવું સત્ય છે. જેનાથી ઈન્કાર કરી શકાય નહીં. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news