શનિદોષ દૂર કરવા માટે 6 એપ્રિલનો દિવસ છે ખાસ, અત્યારથી કરી લો તૈયારી આ કામ કરવાની

Hanuman Jayanti 2023: હાલની વાત કરીએ તો ધન, મકર અને કુંભ રાશિના લોકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે. તેમના માટે 6 એપ્રિલનો દિવસ ખૂબ જ ખાસ છે તેમ કહી શકાય. શાસ્ત્રોમાં કહેવાયું છે કે શનિની અશુભ અસરોથી બચવું હોય તો હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ. 

શનિદોષ દૂર કરવા માટે 6 એપ્રિલનો દિવસ છે ખાસ, અત્યારથી કરી લો તૈયારી આ કામ કરવાની

Hanuman Jayanti 2023: જે લોકો પર શનિની સાડાસાતી કે પનોતી ચાલી રહી છે તેમના માટે 6 એપ્રિલનો દિવસ ખૂબ જ ખાસ છે. હાલની વાત કરીએ તો ધન, મકર અને કુંભ રાશિના લોકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે. તેમના માટે 6 એપ્રિલનો દિવસ ખૂબ જ ખાસ છે તેમ કહી શકાય. શાસ્ત્રોમાં કહેવાયું છે કે શનિની અશુભ અસરોથી બચવું હોય તો હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ. તેવામાં 6 એપ્રિલે હનુમાન જયંતી છે અને શનિદોષને દૂર કરવા માટેનો ઉત્તમ અવસર છે. 

આ પણ વાંચો: 

જે લોકો પર શનિની અશુભ અસર ચાલી રહી હોય તેમણે હનુમાન જયંતીના દિવસે હનુમાન મંદિરમાં જઈને બજરંગ બલીને કેવડાનું અત્તર અને ગુલાબના ફૂલની માળા ચઢાવવી જોઈએ. આ સાથે જ મંદિરમાં બેસીને 11 વખત હનુમાન ચાલીસા નો પાઠ કરવો જોઈએ અને સરસવના તેલનો દીવો પ્રજવલિત કરવો જોઈએ. 

આ સરળ ઉપાય કરી લેવાથી હનુમાનજી પ્રસન્ન થશે અને શનિદોષ ઓછો થશે. જે લોકોને કુંડળીમાં શનિદોષ હોય તેમણે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે હનુમાન જયંતીના દિવસે તેમની પૂજા અર્ચના કરવી જોઈએ. આ રીતે ચૈત્રી નવરાત્રી પછી છ એપ્રિલનો દિવસ એટલે કે હનુમાન જયંતિ શનિદોષથી મુક્ત થવા માટેનો ઉત્તમ અવસર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news