Adhik Maas 2023: 18 જુલાઈથી શરુ થશે પવિત્ર પુરુષોત્તમ માસ, જાણો અધિક માસમાં કેવી રીતે કરવી પૂજા
Adhik Maas 2023: પુરુષોત્તમ માસ દરમિયાન કેટલાક કાર્ય કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે સાથે જ કેટલાક કાર્ય કરવાનું ટાળવું પણ જોઈએ. અધિક માસ દરમિયાન ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ સમય દરમિયાન શાલીગ્રામ ભગવાન સમક્ષ ઘીનો દીવો પ્રજવલિત કરવો જોઈએ.
Trending Photos
Adhik Maas 2023: 18 જુલાઈ અને મંગળવારથી અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસની શરૂઆત થશે. આ વર્ષે 19 વર્ષ પછી શ્રાવણ અધિકમાસ હશે. તેથી આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરવાનું મહત્વ વધી જાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર અધિકમાસ દરમિયાન ગ્રંથોનું પઠન અને દાન, પુણ્ય કરવું જોઈએ. આ સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું પણ વિધાન છે.
આ વર્ષે અધિક માસની શરૂઆત 18 જુલાઈએ થશે અને અધિક માસ પૂર્ણ 16 ઓગસ્ટે થશે. પુરુષોત્તમ માસ દરમિયાન કેટલાક કાર્ય કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે સાથે જ કેટલાક કાર્ય કરવાનું ટાળવું પણ જોઈએ. અધિક માસ દરમિયાન ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ સમય દરમિયાન શાલીગ્રામ ભગવાન સમક્ષ ઘીનો દીવો પ્રજવલિત કરવો જોઈએ.
આ પણ વાંચો:
અધિક માસ દરમિયાન ભગવત ગીતાના 14માં અધ્યાયનું નિયમિત રીતે પઠન કરવાથી પણ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થાય છે.
આ વર્ષે શ્રાવણ અધિક માસ છે તેથી ભગવાન શિવની પૂજા કરવાનું પણ મહત્વ વધી જાય છે. શાસ્ત્રો અનુસાર અધિક માસ ભગવાન વિષ્ણુને સૌથી વધારે પ્રિય છે તેથી તેનું નામ પુરુષોત્તમ પણ રાખવામાં આવ્યું છે. જે પણ વ્યક્તિ પુરુષોત્તમ મહિનામાં ભગવાનની શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે તેને આ જીવનમાં પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.
અધિક માસ દરમિયાન આ કાર્ય કરવા
1. શાસ્ત્રો અનુસાર અધિકમાસ દરમ્યાન ભગવાન વિષ્ણુની પૂજા કરવી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ભગવાન સત્યનારાયણની પૂજા કરવાથી પણ શુભ ફળ મળે છે.
2. અધિક માસ દરમિયાન ગ્રહદોષની શાંતિ માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો પણ શ્રેષ્ઠ ગણાય છે.
3. જો તમે કોઈ વિશેષ મનોકામના ની પૂર્તિ માટે યજ્ઞ કે અનુષ્ઠાન કરાવવાનું વિચારી રહ્યા હોય તો અધિક માસમાં આ કાર્ય કરવું સર્વ શ્રેષ્ઠ ગણાશે.
4. શાસ્ત્રો અનુસાર અધિક માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને તેના બધા જ અવતારની પૂજા કરવી જોઈએ આ 30 દિવસ દરમિયાન શક્ય હોય તેટલા તીર્થ સ્થળોના દર્શન કરવા પણ જવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે