Akshaya Tritiya: કાર્યોને સફળ કરવા અખાત્રીજે ચૂકતા નહીં આ કામ, આજે રાતે રચાશે 2 બળવાન યોગ
Akshaya Tritiya: જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૈશાખ સુદ ત્રીજને અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા ગણવામાં આવે છે. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં અખાત્રીજને વણજોયું મુહર્ત કહેવાય છે કેમકે મુહર્ત ની રીતે આ દિવસ નું બળ ખુબજ હોય છે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે અખાત્રીજ ને અક્ષય તૃતીયા તરીકે પણ જાણવામાં આવે છે. અક્ષય એટલે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી
Trending Photos
જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૈશાખ સુદ ત્રીજને અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા ગણવામાં આવે છે. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં અખાત્રીજને વણજોયું મુહર્ત કહેવાય છે કેમકે મુહર્ત ની રીતે આ દિવસ નું બળ ખુબજ હોય છે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે અખાત્રીજ ને અક્ષય તૃતીયા તરીકે પણ જાણવામાં આવે છે. અક્ષય એટલે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી આ સાથે આ દિવસે સૂર્ય ઉંચનો ચંદ્ર ઉંચનો છે તે પણ એક શ્રેષ્ઠ યોગ ગણાય તે સિવાય બીજા અન્ય ચાર યોગ રચાય છે આમ અખાત્રીજે પાંચ મહાન યોગ રચાય છે જે તમામ શુભ કાર્યોને સફળતા અને સિદ્ધિ અપાવી શકે છે. આમ અક્ષય તૃતીયા સ્વયંભૂ એક શ્રેષ્ઠ શુભ મુહૂર્ત છે, કોઈપણ શુભ કાર્ય શરૂ કરી શકાય છે.
ઉત્તરાખંડની ચાર યાત્રા ધામમાં આજથી દર્શન શરૂ થાય છે. હિન્દુ ધર્મના સૌથી મહત્વ ના ચાર ધામો,બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને,યમનોત્રી છે. પ્રાચીન કાળથી આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. પ્રાચિન કાળમાં આ દિવસે અનેક દિવ્ય પ્રસંગો થયેલા છે.
- બ્રહ્માના માનસ પુત્ર અક્ષય કુમારનો અવતાર આ દિવસે થયો હતો.
- મહાભારતનું યુદ્ધ આ દિવસે સમાપ્ત થયું હતું.
- માતા અન્નપૂર્ણાનો જન્મ દિવસ પણ અખાત્રીજ ગણાય છે.
- કહેવાય છે કે ચિરંજીવી મહર્ષિ પરશુરામનો જન્મ પણ અક્ષય તૃતીયા એ થયો છે.
- કુબેરજી ને ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ સમૃદ્ધિ નો અધિકાર આજ દિવસે મળ્યો હતો.
- રાજા ભગીરથના તપ બાદ માતા ગંગા પૃથ્વી પર અખાત્રીજે જ અવતર્યા હતા.
-ભગવાન સૂર્ય એ પાંડવોને અક્ષય પત્ર આપ્યું હતું.
- પ્રસિદ્ધ તીર્થસ્થળ શ્રી બદ્રી નારાયણ ધામના દરવાજા ખોલવામાં આવે છે.
- વૃંદાવન ના બાંકે બિહારી મંદિરમાં શ્રી કૃષ્ણના ચરણ ના દર્શન કેવળ અખાત્રીજે જ કરાવાય છે.
- ભગવાન જગન્નાથના રથ બનાવવા ના કામ નું મુહર્ત અક્ષય તૃતીયા એ શરૂ કરવા માં આવે છે.
- આદિ શંકરાચાર્યે કનકધારા સ્તોત્રની રચના કરી હતી આજ દિવસે કરી હતી.
અખાત્રીજ હિંદુ કેલેન્ડર મુજબ શનિવાર 22 એપ્રિલના રોજ આવી રહી છે. 22મી એપ્રિલથી શરૂ થતી અક્ષય તૃતીયા બીજા દિવસે 23મી એપ્રિલ રવીવાર 2023 સુધી રહેશે. અખાત્રીજનો શુભ મુહૂર્ત 22મી એપ્રિલે સવારે 7.49 કલાકથી શરૂ થશે અને બીજા દિવસે સવારે 7.47 વાગ્યા સુધી ચાલશે. આવી સ્થિતિમાં આ શુભ મુહૂર્તમાં પૂજા તેમજ શુભ કાર્યો તેમજ ખરીદી કે ગૃહ પ્રવેશ કરી શકાય.
આ દિવસે નવું જમીન મકાન વાહન પ્રોપર્ટી સોનુ ચાંદી ઝવેરાત દાગીના વગેરે ખરીદી કરી શકાય છે જેનાથી સુખ સમૃદ્ધિ માં વધારો થાય છે વિદ્યાર્થીઓ આ દિવસે પોતાના અભ્યાસ માટે સંકલ્પ પૂર્વક અભ્યાસનું મુહૂર્ત પણ કરી શકે છે આ દિવસે કરેલા શુભ સંકલ્પ નો ક્યારે પણ ક્ષય થતો નથી આ દિવસે કરેલા તમામ કાર્યોને સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતિયાનો દિવસ માઁ લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે એક સાથે અનેક યોગ થાય છે જે શુભ મુહૂર્તમાં ચાર ચાર લગાવી જાય છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે આવા શુભ મુહૂર્તમાં કાર્ય કરવાથી લક્ષ્મીજીની કૃપા વરસે છે જીવનમાં સુખ સમૃદ્ધિની અખૂટ પ્રાપ્તિ થાય છે. હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ માસની શુક્લ પક્ષની ત્રીજ તિથિ એ અક્ષય તૃતિયા અખાત્રીજ ઊજવવામાં આવે છે 22 એપ્રિલના રોજ અક્ષય તૃતિયા છે
અક્ષય તૃતીયા દિવાળી અને ધનતેરસ જેટલી જ શુભ ફળ આપનારી હોય છે આ દિવસે સોનુ ચાંદી ઝવેરા આભૂષણ જમીન મકાન પ્રોપર્ટી તેમજ વાહન તથા અન્ય નવી વસ્તુ ખરીદવા કે તેના ઉપયોગની શરૂઆત કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. આ દિવસે કોઇપણ ચીજ માટે તેનું ટોકન પણ આપવાથી તે કાર્ય નિશ્ચિત રૂપે સફળ થાય છે. અક્ષય તૃતિયા એ આવા શ્રેષ્ઠ યોગ બને છે. આ અક્ષય તૃતિયાનો દિવસ માઁ લક્ષ્મીને સમર્પિત છે, આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી લક્ષ્મીજીની કૃપા વરસે છે અને અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.
આ દિવસે નીચે મુજબના યોગ થાય છે
સૂર્ય મેષ રાશિમાં રહી ઉચનો બને છે તેમજ ચંદ્ર વૃષભ રાશિમાં રહી ઉચનો બને છે આમ આ દિવસ શુભ યોગ થી બળવાન છે
- સૌભાગ્ય યોગ- અક્ષય તૃતીયાના રોજ 22 એપ્રિલના રોજ સવારે 9:25 વાગ્યાથી આગામી દિવસે સવારે 8:21 વાગ્યા સુધી રહેશે. આ યોગમાં જે પણ કાર્ય કરવામાં આવે તે સૌભાગ્યશાળી સફળતા આપનાર બની રહે છે.
- ત્રિપુષ્કર યોગ- 22 એપ્રિલના રોજ સવારે 5:49 વાગ્યાથી સવારે 7:49 વાગ્યા સુધી રહેશે. આ યોગમાં જે કામ કરવામાં આવે છે તેનું 3 ગણું ફળ પ્રાપ્ત થાય છે આમ ત્રણ ગણું અક્ષય ફળ મળે છે
- સર્વાર્થ સિદ્ધિ યોગ- 22 એપ્રિલના રોજ રાત્રે 11:24 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે સવારે 5:48 વાગ્યા સુધી રહેશે આ યોગ બળ થી સિદ્ધિ પ્રાપ્ત થાય છે
- રવિ યોગ- અક્ષય તૃતીયાના રોજ રવિ નામક શુભ યોગ બની રહ્યો છે. 22 એપ્રિલના રોજ રાત્રે 11:24 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે સવારે 5:48 વાગ્યા સુધી રહેશે આ યોગ થી વિઘ્નો દૂર થાય છે
આ ઉપાય કરવાથી અક્ષય ફળ મળે છે
અખાત્રીજના મહિમા અનુસાર સુખ સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્યની કામનાથી દરેક વ્યક્તિ આ ઉપાય કરે તો તેને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. સ્નાના આદિ કાર્યથી શુદ્ધ થઈ ઘરના મંદિરની સફાઈ કરીને ધૂપ દીપ પુષ્પ અર્પણ કરી પોતાની મનોકામના ની પ્રાથના કરવામાં આવે છે અને શ્રદ્ધા અને શક્તિ મુજબ પૂજન અર્ચન કરવામાં આવે તો તુરંત જ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે સર્વ પ્રથમ ગંગાજળ અર્પણ કરીને તમામ દેવતાઓની પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, ખાસ કરીને અક્ષય અખાત્રીજના દિવસે પૂજા કરવા માટે, માતા લક્ષ્મી ને કમળ અથવા ચમેલીના ફૂલો ભગવાન વિષ્ણુને કદમ નું પુષ્પ અર્પણ કરવા નો મહિમા જણાવે છે. આ દિવસે પીળા રંગના ફળ, અને મીઠાઈ કે ખીર ભોગ તરીકે ધરાવવામાં આવે છે. ઘરના વ્યક્તિ તેને પ્રસાદ તરીકે આપવાનો મહીમાં છે જેના ફળ સ્વરૂપે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે તેમજ દેવી લક્ષ્મીની કૃપાથી ધન ધાન્યની પણ પ્રાપ્તિ થાય છે. અક્ષય તૃતીયાએ કેવળ આ વર્ષે ગુરુ અસ્તનો હોવાથી લગ્ન અંગેનું મુહૂર્ત નથી તે સિવાયના તમામ ઉપરોક્ત શુભ કાર્યો કરી શકાય છે.
(જાણીતા જ્યોતિષી ચેતન પટેલ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે