Astrology Prediction: નરેન્દ્ર મોદી બાદ કોણ બની શકે પ્રધાનમંત્રી? જાણો કોના ગ્રહો છે સૌથી વધુ શક્તિશાળી

Prime Minister Of India: ભાજપ પ્રત્યે આસ્થા ધરાવતા અને તેમના વિરોધીઓના મનમાં પણ ઉઠે તે સ્વાભાવિક છે કે મોદીજી પછી ભાજપમાંથી કોણ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બની શકે? તો જ્યોતિષના માધ્યમથી તેને સમજવાનો પ્રયત્ન કરીએ. 

Astrology Prediction: નરેન્દ્ર મોદી બાદ કોણ બની શકે પ્રધાનમંત્રી? જાણો કોના ગ્રહો છે સૌથી વધુ શક્તિશાળી

લોકસભા ચૂંટણીમાં ભાજપના સહયોગી પક્ષોની મદદથી એનડીએની સરકાર બની ગઈ છે. આ વખતે ભાજપને પોતાના દમ પર બહુમતી ન મળી જો કે એનડીએ બહુમતી મેળવવામાં સફળ રહ્યું. જેના કારણે સતત ત્રીજીવાર ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બની છે. એક પ્રશ્ન જોકે ભાજપ પ્રત્યે આસ્થા ધરાવતા અને તેમના વિરોધીઓના મનમાં પણ ઉઠે તે સ્વાભાવિક છે કે મોદીજી પછી ભાજપમાંથી કોણ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બની શકે? તો જ્યોતિષના માધ્યમથી તેને સમજવાનો પ્રયત્ન કરીએ. 

સૌથી વધુ ચર્ચિત નામ
મીડિયા રિપોર્ટ મુજબ ભાજપના જે શક્તિશાળી નેતાઓ છે તેમાં જે બે નામ એવા છે જેમાંથી કોઈ એક પ્રધાનંત્રી બની સકે તેની સંભાવના જોવા મળી રહી છે. એક નીતિન ગડકરી અને બીજા યોગી આદિત્યનાથ. ભારતના રાજકારણમાં જો અજાતશત્રુ તરીકે જેને ઓળખવામાં આવે છે તે છે નીતિન ગડકરી રોડ પરિવરન અને રાજમાર્ગ મંત્રી. તેમણે અભૂતપૂર્વ કામ કર્યું છે. ભાજપ સરકારની ટીકા કરનારા પણ તેમની પ્રશંસા કરતા થાકતા નથી. જ્યારે યોગી આદિત્યનાથ હિન્દુત્વના બ્રાન્ડ એમ્બેસેડર છે. જેઓ યુપી જેવા રાજ્યમાં ફરીથી સીએમ બન્યા છે. 

શું કહે છે નીતિન ગડકરીના યોગ
NBT ના રિપોર્ટ મુજબ નીતિન ગડકરીનો જન્મ 27 મે 1957ના રોજ સાંજે 6.45 વાગે મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. વૃશ્ચિક લગ્નની તેમની કુંડળીમાં દ્વિતીયેશ અને પંચમેશ ગુરુ  કર્મના દશમ ભાવમાં બેઠા છે, જેના કારણે તેમની રાજકારણ જેવી અવિશ્વાસભરી દુનિયામાં સ્વચ્છ છબી છે. સૂર્ય શુક્રની સપ્તમ ભાવમાં યુતિના કારણે તેમની રાજનીતિમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ અને તેમને રાજકીય પદ પણ મળ્યું. સૂર્ય અને ગુરુની પરસ્પર કેન્દ્ર સ્થિતિના કારણે તેમને રાજકારણ જગતમાં સારો હોદો મળ્યો છે. તેમની કુંડળીમાં પ્રધાનમંત્રી બનવાના યોગ પણ જોવા મળી રહ્યા છે. આ સાર્વભૌમ તથ્યને અવગણી શકાય નહીં કે જ્યોતિષમાં યોગોના ફળીભૂત થવા માટે દશાઓ પર નિર્ભર રહેવું પડે છે. આથી સમયનું સંયોજન ખુબ મહત્વ ધરાવે છે. 

નીતિન ગડકરીની હાલ ગુરુમાં રાહુની અંતર્દશા ચાલુ છે. રાહુને છત્રનો કારક પણ કહે છે જે જૂના જમાનામાં રાજા મહારાજાઓના માથે  ધરવામાં આવતું હતું. જો રાહુ સારા મનોભાવમાં હોય તો કોઈને પણ રાજા બનાવી શકે છે. તેમની કુંડળીમાં રાહુ દ્વાદશ ભાવમાં તુલા રાશિમાં બેઠેલો છે. તુલાના સ્વામી શુક્ર લગ્નથી સપ્તમ ભાવમાં સ્વરાશિમાં બેઠો છે અને દશમેશ સૂર્યની સાથે પણ છે. તો રાહુ રાશિ શુક્ર મુજબ ફળ આપશે. અનેક વાતોને જોતા એવું લાગે છે કે મે 2025થી ઓગસ્ટ 2026 સુધીનો સમય એ એવો સમય છે જે ગડકરીને પ્રધાનમંત્રી બનાવી શકે છે. જો તેઓ આ સમય દરમિયાન પીએમ ન બને તો આગળ કોઈ શક્યતા જોવા મળતી નથી. 

ગ્રહો શું કહે છે યોગી આદિત્યનાથ વિશે?
યોગી આદિત્યનાથનો જનમ 29 ડિસેમ્બર 1971ના રોજ સાંજે 7.47 વાગે ઉત્તરાખંડના પૌડી જિલ્લાના પંચુર ગામમાં થયો હતો. કર્ક લગ્નની કુંડળીમાં નવમેશ સપ્તમેશ અને લગ્નેશના સંબંધથી રાજયોગ બને છે. ગુરુ અને ચંદ્ર દ્વારા ગજકેસરી યોગ પણ  બનેલો છે. કેન્દ્રકોણોમાં શુભ ગ્રહ અને છઠ્ઠા એકાદશ ભાવમાં પાપ ગ્રહ બેસવાથી આ એક મજબૂત કુંડળી બની છે. જે યોગ્ય સમયે યોગ્ય ચીજો જીવનમાં થવાનું દેખાડે છે. 

યોગી આદિત્યનાથ પર અત્યારે શનિની મહાદશા  ચાલે છે અને સપ્ટેમ્બર 2026થી તેમની શુક્રની અંતર્દશા ચાલશે જે નવેમ્બર 2029 સુધી રહેશે. શનિ સપ્તમેશ થઈને લગ્નશ ચંદ્રમા સાથે એકાદશ ભાવમાં બેઠો છે અને શુક્ર ચતુર્થેશ થઈને સપ્તમ ભાવમાં બેઠો છે. અહીં શનિ અને શુક્રનો પરિવર્તન યોગ પણ છે જે સૌથી મહત્વપૂર્ણ ગ્રહ સંબંધ માનવામાં આવે છે. શુક્ર, ચંદ્ર અને દશાનાથ શનિથી નવમ ભાવમાં પણ આવે છે અને દશાનાથ તથા અંતર્દશાનાથ બંને પદ પ્રાપ્તિના સપ્તમ ભાવનું મજબૂતાઈથી પ્રતિનિધિત્વ કરે છે. આથી આ શનિ શુક્રની દશાન્તર્દશા સપ્ટેમ્બર 2026થી નવેમ્બર 2029ના સમયગાળામાં યોગી આદિત્યનાથને પીએમ બનાવી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news