ક્યારેય ફેલ નથી થતા મીઠાના આ ટોટકા, ધનની ખામી, દાંપત્યજીવનમાં ક્લેશ સહિતની સમસ્યા થાય છે દુર
Vastu Tips: માનવામાં આવે છે કે મીઠાના આ ઉપાય ઝડપથી અસર દેખાડે છે અને ક્યારેય ફેલ થતા નથી. ધન પ્રાપ્તિ, કરજ મુક્તિ, દાંપત્ય જીવનની સમસ્યાઓ વગેરે દૂર કરવા માટે મીઠાના આ ચાર ઉપાય કરી શકાય છે.
Trending Photos
Vastu Tips: રસોડામાં ઉપયોગમાં આવતી કેટલીક વસ્તુઓનો ઉપયોગ જ્યોતિષશાસ્ત્રમાં પણ કરવામાં આવે છે. આવી અલગ અલગ વસ્તુ માંથી એક છે મીઠું. ભોજનનો સ્વાદ વધારતું મીઠું જીવનની સમસ્યાઓને પણ દૂર કરી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં જીવનની કેટલીક સમસ્યાઓને દૂર કરવા માટેના મીઠાના ટોટકા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે મીઠાના આ ઉપાય ઝડપથી અસર દેખાડે છે અને ક્યારેય ફેલ થતા નથી. ધન પ્રાપ્તિ, કરજ મુક્તિ, દાંપત્ય જીવનની સમસ્યાઓ વગેરે દૂર કરવા માટે મીઠાના આ ચાર ઉપાય કરી શકાય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ મીઠાના કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. મીઠાનો ઘરમાં યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘરમાંથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
આ પણ વાંચો:
ધનપ્રાપ્તિ માટેનો મીઠાનો ઉપાય
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના જીવનમાં પૈસાની તંગી રહેતી હોય અને કોઈને કોઈ કારણ ધનહાનિ થતી રહેતી હોય તો તેણે કાચના ગ્લાસમાં પાણી ભરીને તેમાં એક ચમચી મીઠું ઉમેરવું. ત્યાર પછી આ ગ્લાસને ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખી દેવો. આ ઉપાય કરવાથી ધનહાનિની સમસ્યાથી મુક્તિ મળી જાય છે. દર સાત દિવસે આ ક્લાસમાં રહેલું પાણી બદલવું જરૂરી છે.
પારિવારિક કલેશ દૂર કરવાનો ઉપાય
જ્યોતિષશાસ્ત્રમાં મીઠાના ઉપાયથી ઘરમાં શાંતિ જાળવવાના અને પરિવારના સભ્યો વચ્ચે થતા કલેશ ને દૂર કરવાના ઉપાયો વિશે પણ જણાવાયું છે. જો ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે સતત કલેશ થતો હોય અને વાતાવરણ તળાવ પૂર્ણ રહેતું હોય તો કાચની વાટકીમાં મીઠું ભરીને ઘરના બાથરૂમમાં મૂકી દેવું. આ મીઠા ને દર અઠવાડિયે બદલતું રહેવું.
આ પણ વાંચો:
કરજ મુક્તિનો ઉપાય
જો લાંબા સમયથી તમે કરજમાં ફસાયેલા હોય અને આર્થિક તંગી તમારા જીવનમાંથી જવાનું નામ ન લેતી હોય તો આ ઉપાય કરવો. તેના માટે રવિવારના દિવસે ઘરમાં જ્યારે પોતા કરો ત્યારે તેમાં બે ચમચી મીઠું ઉમેરીને તે પાણીથી પોતા કરવા. તેનાથી કરજ મુક્તિ મળે છે.
ખરાબ નજર ઉતારવાનો ઉપાય
ઘણી વખત બાળકોને નજર લાગી જતી હોય છે. જ્યારે પણ તમને એવું લાગે કે ઘરના કોઈ સભ્યોને નજર લાગી છે તો તેના સ્નાન કરવાના પાણીમાં એક ચમચી મીઠું ઉમેરી દેવું. અથવા તો પાણીનો એક ગ્લાસ ભરી તેમાં મીઠું ઉમેરીને નજર લાગી હોય તે વ્યક્તિના માથા પરથી સાત વખત તેને ઉતારી પાણી ફેંકી દેવું. આ ઉપાય કરવાથી નજર દોષ દૂર થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે