Maruti ની આ કારમાં લાગેલો છે સોના જેવો કિંમતી પાર્ટ, તેને ચોરી ચોર થઈ રહ્યાં છે માલામાલ

Maruti Suzuki Eeco: મારૂતિની આ કારમાં એક એવો પાર્ટ લાગે લો છે જેને ચોરી કરી ચોર માલામાલ બની જાય છે, આ પાર્ટ સોના જેવો કિંમતી છે.
 

Maruti ની આ કારમાં લાગેલો છે સોના જેવો કિંમતી પાર્ટ, તેને ચોરી ચોર થઈ રહ્યાં છે માલામાલ

Maruti Suzuki Eeco: Maruti ની કારો દુનિયાભરમાં ખુબ પોપુલર છે, ભારતમાં પણ તેની ખુબ ડિમાન્ડ છે. હેચ બેકથી લઈને SUV, મારુતિની કારને દરેક કેટેગરીમાં સારો પ્રતિસાદ મળે છે. તમને જણાવી દઈએ કે થોડા વર્ષોથી Eeco નામની મારુતિની કારના માલિકો મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વાસ્તવમાં, આ કારમાં એક એવો ભાગ છે જે એટલો મૂલ્યવાન છે કે ચોર તેની ચોરી કરીને સારી કમાણી કરી રહ્યા છે. આ ભાગ સોના જેવો મૂલ્યવાન છે. હવે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તે કયો ભાગ છે અને તેના મૂલ્યવાન હોવા પાછળનું કારણ શું છે.

કયો છે આ પાર્ટ
હકીકતમાં અમે Maruti Eeco ના જે કાર પાર્ટની વાત કરી રહ્યાં છીએ તેનું નામ કેટાલિટિક કન્વર્ટર છે, આ બાકીના પાર્ટથી વધુ કિંમતી છે, જેના કારણે ચોર તેને નિશાન બનાવીરહ્યાં છે. આ પાર્ટને સોના જેટલો કિંમતી એટલે માનવામાં આવે છે કારણ કે તેમાં પેલેડિયમ, પ્લેટિનમ અને રોડિયમ જેવી કિંમતી ધાતુઓ હોય છે, જે ખુબ મોંઘી હોય છે. આધાતુઓ પ્રદૂષણને ઘટાડનારા સાધનોમાં ઉપયોગ થાય છે અને તેની આંતરરાષ્ટ્રીય બજારમાં ખુબ મોટી ડિમાન્ડ છે. ચોર તેને થોડી મિનિટોમાં કાઢી સ્ક્રેપ ડીલર્સને વેચી દે છે અને મોટી કમાણી કરે છે.

કઈ રીતે કામ કરે છે કેટાલિટિક કન્વર્ટર
મારૂતિ ઈકોમાં લાગેલ કેટાલિટિક કન્વર્ટર ગાડીના એન્જિનમાંથી નિકળનાર હાનિકારક ઉત્સર્જનને ઘટાડવા માટે ઉપયોગી છે. તે ગાડીની એગ્જોસ્ટ સિસ્ટમનો ભાગ હોય છે અને ત્રણ મુખ્ય પ્રદૂષકો- કાર્બન મોનોઓક્સાઇડ  (CO), નાઇટ્રોજન ઓક્સાઇડ  (NOx),અને હાઇડ્રોકાર્બને ઘટાડે છે. તેની અંદર રહેલી કિંમતી ધાતુઓ જેમ કે પ્લેટિન, પેલેડિયમ અને રોડિયમ, રાસાયણીક પ્રતિક્રિયા ઝડપી બનાવે છે, જેનાથી આ પ્રદૂષક ઓછા હાનિકારક ગેસમાં પરિવર્તિત થઈ જય છે.

આ રીતે કરે છે કામ
રિડક્શન કેટેલિસ્ટ
: આ પ્રક્રિયા નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુઓને નાઇટ્રોજન અને ઓક્સિજનમાં તોડી નાખે છે, જેનાથી હવામાં નાઇટ્રોજન ઓક્સાઇડનું પ્રમાણ ઘટે છે.

ઓક્સીડેશન કેટેલિસ્ટ: આમાં, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરિત થાય છે, જેનાથી આ વાયુઓની હાનિકારક અસરોમાં ઘટાડો થાય છે.

ઓક્સિજન સ્ટોરેજ: તેમાં એક સેન્સર છે જે ઓક્સિજનની માત્રાને નિયંત્રિત કરે છે જેથી એક્ઝોસ્ટમાં હાજર પ્રદૂષકોને અસરકારક રીતે તોડી શકાય.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news