આજે જન્માષ્ટમીએ ડાકોર અને દ્વારકા મંદિર જવાના હોય તો દર્શનનો આ સમય જાણીને નીકળજો
janmashtami : ડાકોર રણછોડરાયજી મંદિર અને જગત મંદિર દ્વારકામાં જન્માષ્ટમીએ થશે ખાસ દર્શન... ડાકોર ટેમ્પલ કમિટીએ દર્શનનો સમય જાહેર કર્યો.... તો દ્વારકાધીશ મંદિરનું જન્માષ્ટમીનું શિડ્યુઅલ જાહેર કરાયું
Trending Photos
Krishna Janmotsava : સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીનો રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે કૃષ્ણજન્મને વધાવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ એવી ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણીનો રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. કૃષ્ણજન્મને વધાવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રણછોડરાયજીના દરબારમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ચૂક્યો છે. આજે ભક્તોએ ભગવાનના દરબારમાં શીશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે. મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થશે. પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજે જન્માષ્ટમી પર્વના રંગમા રંગાયું છે. વહેલી સવારની મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા છે. ત્યારે તમે ડાકોર અને દ્વારકા મંદિરમાં દર્શન કરવા માંગતા હોય તો જાણી લો કે અહી મંદિરમાં જન્માષ્ટમી માટે દર્શનનો ખાસ સમય ગોઠવાયો છે. તે મુજબ જ તમે દર્શન કરી શકશો.
ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા યાત્રિકોની સુવિધા માટે દર્શનનો સમય જાહેર કરાયો છે.
સવારના 6:30 વાગે નિજ મંદિર ખુલ્યું
6:45 ના અરસામાં મંગળા આરતી થઈ નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવા પૂજા
બપોરના 1:00 વાગ્યાના અરસામાં શ્રી ઠાકોરજી પોઢી જશે.આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે વૈષ્ણવનો મંદિર પ્રવેશ બંધ રહેશે
સાંજના 4:45 વાગ્યે નિજમંદિર ખોલી 5:00 વાગ્યાના અરસામાં આરતી થઈ નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવા પૂજા થશે
રાત્રિના 12:00 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ થશે પંચામૃત સ્નાન થશે શ્રી ઠાકોરજીની સેવા તેમજ શૃંગાર ધરાવીને શ્રી ઠાકોરજી મોટો મુગટ ધારણ કરાવવામાં આવશે
મોટા મુગટ ધારણ કર્યા બાદ શ્રી ગોપાલ લાલજી મહારાજ સોનાના પારણામાં બિરાજમાન થઈ પારણામાં ઝુલશે ત્યારબાદ અનુકૂળતાએ મહાભોગ આરતી થઈ શ્રી ઠાકોરજી પોઢી જશે અને વૈષ્ણવો માટે મંદિર પ્રવેશ બંધ રહેશે
સાળંગપુર મંદિરમાં તોડફોડ કરનારાઓના જામીન મંજૂર, ધાર્મિક વિવાદમાં હવે સરકારની એન્ટ્રી
બીજા દિવસે નંદ મહોત્સવ ઉજવાશે
તારીખ 8/9/23 ને શુક્રવારના રોજ નંદ મહોત્સવના દિવસે શ્રી ઠાકોરજીના દર્શનના સમય પણ જાહેર કરાયો છે. સવારના 8:45 વાગે નિજ મંદિર ખુલી 9:00 વાગ્યાના અરસામાં મંગળા આરતી થઈ નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવા પૂજા થઈ ત્યારબાદ નંદ મહોત્સવ ઉજવાશે.
તો બીજી તરફ યાત્રાધામ દ્વારકામાં પણ જન્માષ્ટમી ખાસ બની રહે છે. જન્માષ્ટમી પર્વમાં જગતમંદિર ખાતે લાખો લોકો દર્શને આવતા હોય છે. જેથી દ્વારકાધીશ મંદિરનું જન્માષ્ટમીનું શિડ્યુઅલ જાહેર કરાયું છે. આ મુજબ રહેશે સમગ્ર કાર્યક્રમ.
સવારે 8 થી 10 શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન અભિષેક
10 વાગે સ્નાન ભોગ, 10:30 શૃંગાર ભોગ
11:00 વાગે શૃંગાર આરતી
11:15 વાગ્યે ગ્વાલભોગ
12 વાગ્યે શ્રીજીના રાજભોગ દર્શન
બપોરે 1 થી 5:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે
સાંજે 5 વાગ્યે ભગવાન દ્વારકાધીશના ઉત્થાપન દર્શન
5:30 વાગ્યે ઉત્થાપન ભોગ
7:30 વાગ્યે સંધ્યા ભોગ
7: 45 વાગ્યે સંધ્યા આરતી
રાત્રે 8:00 વાગ્યે શયન ભોગ
8:30 વાગ્યે શયન આરતીના દર્શન
રાત્રે 9:00 વાગે શ્રીજી અનોસર મંદિર બંધ
રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ
રાત્રે 2:30 વાગ્યા સુધી ચાલશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે