World Cup 2023: તો આ વખતે ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ જીતવું લગભગ ફાઇનલ? આ પાંચ સંયોગ આપી રહ્યા છે સંકેત

Team India: ભારતીય ક્રિકેટ ટીમને આ વખતે વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ચાલો તમને એવા 5 સંયોગો વિશે જણાવીએ, જેને જોઈને લાગે છે કે ભારત આ વખતે પણ ચેમ્પિયન બની શકે છે.
 

World Cup 2023: તો આ વખતે ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ જીતવું લગભગ ફાઇનલ? આ પાંચ સંયોગ આપી રહ્યા છે સંકેત

ICC Cricket World Cup 2023: ભારતીય ક્રિકેટ ટીમને આ વર્ષના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ સિવાય 1983ના વર્લ્ડકપ જેવા કેટલાક સંયોગો છે, જેનાથી લાગે છે કે ભારતીય ક્રિકેટ ટીમ આ વખતે પણ વર્લ્ડ કપ જીતી શકે છે. ચાલો તમને એવા જ પાંચ સંયોગો વિશે જણાવીએ.

પ્રથમ સંયોગ
આ વર્ષના વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે હતી, જેમાં બંને ભારતીય બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા હતા. જોકે, ભારતે ત્યારપછીની બંને મેચ સરળતાથી જીતી લીધી હતી. 1983ના વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પણ બરાબર આવું જ થયું હતું. તે વિશ્વ કપની પ્રથમ મેચ ઝિમ્બાબ્વે સામે હતી અને ભારતના બંને ઓપનર બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા હતા. જે બાદ ભારતે તેની આગામી બંને મેચ જીતી લીધી હતી.

બીજો સંયોગ
ઓસ્ટ્રેલિયા કોઈપણ વર્લ્ડ કપમાં જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપમાં હરાવનારી ટીમને પણ જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ભારતે 1983 અને 2011 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને તે બંને વર્લ્ડ કપ જીત્યા હતા. તદનુસાર, આ વખતે પણ ભારત પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે અને આ સંયોગ એ પણ કહે છે કે ભારત વર્લ્ડ કપ જીતી શકે છે.

ત્રીજો સંયોગ
છેલ્લી બે ODI વર્લ્ડ કપ જીતનાર ટીમ વર્લ્ડ કપની શરૂઆત પહેલાં જ ICC નંબર-1 ટીમ બની ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 2015માં વર્લ્ડ કપ જીત્યો હતો અને વર્લ્ડ કપ ટુર્નામેન્ટની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયા નંબર-1 ODI ટીમ બની ગયું હતું. જે બાદ 2019માં પણ કંઈક આવું જ બન્યું હતું. 2019 વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ ઈંગ્લેન્ડની ટીમ નંબર-1 ટીમ બની ગઈ હતી અને ઈંગ્લેન્ડે તે વર્લ્ડ કપ પણ જીત્યો હતો. જો આ સંયોગ પર નજર કરીએ તો આ વખતે વર્લ્ડકપની શરૂઆત પહેલાં જ ટીમ ઈન્ડિયા ODI ફોર્મેટમાં નંબર-1 ટીમ બની ગઈ છે અને ભારત આ વખતે વર્લ્ડ કપ પણ જીતી શકે છે.

ચોથો સંયોગ
2011 ODI વર્લ્ડ કપમાં, ભારત તેના હોમ ગ્રાઉન્ડ પર વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ બની હતી. ત્યારપછી યોજાયેલા બે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે અનુક્રમે 2015 અને 2019માં પણ ઘરઆંગણે વર્લ્ડ કપ જીત્યો છે. જો આ સંયોગ અને ટ્રેન્ડ ચાલુ રહ્યો તો આ વખતે ભારતમાં વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે અને હોમ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની શકે છે.

પાંચમો સંયોગ
1983ના વર્લ્ડ કપમાં જ્યારે ભારતીય ટીમ ઝિમ્બાબ્વેનો સામનો કરી રહી હતી ત્યારે ભારતે માત્ર 17 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી અને તે સમયે કપિલ દેવ ફિલ્ડિંગ કર્યા બાદ નહાવા ગયા હતા, એમને આશા નહોતી કે તેમની બેટિંગ આટલી જલદી આવશે. જે બાદ તેમણે મેદાનમાં ઉતરીને 175 રનની શાનદાર ઇનિંગ રમી અને ભારતને મેચ જીતાડી હતી. વર્લ્ડ કપમાં પણ આવું જ બન્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં ભારતે માત્ર 2 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી અને તે સમયે કેએલ રાહુલ 50 ઓવર કીપિંગ કર્યા બાદ નહાવા ગયો હતો, પરંતુ તેને થોડીવાર પછી મેદાનમાં આવવું પડ્યું હતું અને ત્યારબાદ તેણે આ મેચ જીતાડી હતી.  જો આ બંનેના સંયોગ પર નજર કરીએ તો આ વખતે પણ ભારત ફરી એકવાર વિજેતા બની શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news