પૈસાની તંગીથી મુક્તિ મેળવવી હોય તો 1 એપ્રિલે કરો આ કામ, ભગવાન વિષ્ણુના મળશે આશીર્વાદ
Kamada Ekadashi 2023: હિન્દુ શાસ્ત્રમાં એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એકાદશીના વ્રતને સૌથી ચમત્કારી વ્રતોમાંથી એક માનવામાં આવ્યું છે. આ દિવસે વિધિ વિધાનથી શ્રી હરિની પૂજા કરવામાં આવે છે. સાથે જ્યોતિષશાસ્ત્રમાં એકાદશીના દિવસે કરવાના કેટલાક ઉપાયો વિશે જણાવ્યું છે જેને કરવાથી ધન સંબંધિત સમસ્યાથી છુટકારો મળી શકે છે.
Trending Photos
Kamada Ekadashi 2023: હિન્દુ નવ વર્ષની પહેલી એકાદશી એક એપ્રિલે ઉજવાશે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને કામદાર એકાદશી કહેવાય છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી શ્રીહરિ પ્રસન્ન થાય છે અને ભક્તો ઉપર પોતાની કૃપા વરસાવે છે. આવશ્ય કામદા એકાદશી 1 એપ્રિલ 2023 ના રોજ સવારે 1.58 થી શરૂ થશે અને 2 એપ્રિલ 2023 ના રોજ સવારે 4.19 કલાકે સમાપ્ત થશે. હિન્દુ શાસ્ત્રમાં એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એકાદશીના વ્રતને સૌથી ચમત્કારી વ્રતોમાંથી એક માનવામાં આવ્યું છે. આ દિવસે વિધિ વિધાનથી શ્રી હરિની પૂજા કરવામાં આવે છે. સાથે જ્યોતિષશાસ્ત્રમાં એકાદશીના દિવસે કરવાના કેટલાક ઉપાયો વિશે જણાવ્યું છે જેને કરવાથી ધન સંબંધિત સમસ્યાથી છુટકારો મળી શકે છે.
આ પણ વાંચો:
એકાદશીના ઉપાય
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર કામદાર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના પાંચ પાન હળદર લગાડીને અર્પણ કરવા જોઈએ. આ સાથે જ "ॐ ભૂરિદા ભૂરિ દેહિનો, મા દભ્રં ભૂર્યા ભર | ભૂરિ ધેદિન્દ્ર દિત્સસિ ॐ ભૂરિદા ત્યસિ શ્રુત: પુરુત્રા શૂર વૃત્રહન્ |" મંત્રનો જાપ કરવો જોઈએ માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી આર્થિક તંગી થી છુટકારો મળે છે.
- જો તમારે કરજ લેવું પડ્યું હોય અને તેને ચૂકવવા માં તમે અસમર્થ હોય તો કામદા એકાદશીના દિવસે વ્રત રાખો. સાથે જ વૈજન્તીની માળાથી :ॐ નમો ભગવતે વાસુદેવાય નમઃ" મંત્રની પાંચ માળાનો જાપ કરો. સાથે જ દરેક એકાદશી એ એક ગરીબને ભોજન કરાવો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે.
- જો નોકરીમાં સમસ્યા આવતી હોય તો એકાદશીના દિવસે એક મુઠ્ઠી ચોખા લઇ તેને કંકુથી લાલ રંગી લો. હવે તેને લાલ કપડામાં બાંધી ભગવાન વિષ્ણુને અર્પણ કરો.
- જો કોઈ વ્યક્તિના લગ્નમાં સમસ્યા આવતી હોય તો કામના એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને હળદરની બે ગાંઠ અર્પણ કરવી. સાથે જ ઓમ કેશવાય નમઃ મંત્રનો જાપ કરવો. આમ કરવાથી લગ્નના યોગ બને છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે