Tulsi Plant: તુલસીના છોડ પાસે રાખી દો આ વસ્તુ, ઘરમાં રીતસર થશે ધનનો વરસાદ, વધી જશે સમૃદ્ધિ
Tulsi Plant: તુલસીનો ઉપયોગ કેટલાક ઉપાયોમાં પણ કરવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિના ઘરમાં દરિદ્રતા વધી ગઈ હોય તો તેને સરળતાથી દૂર કરી શકાય છે. જો ઘરમાં રહેલા તુલસીના છોડ પાસે એક વસ્તુ રાખવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિનો વરસાદ થવા લાગે છે.
Trending Photos
Tulsi Plant: તુલસીનો છોડ કોઈ સામાન્ય છોડ નથી. તુલસી પૂજનીય છોડ છે અને દરેક ઘરમાં તેની રોજ પૂજા થાય છે ઘરની મહિલાઓ તુલસીના છોડની નિયમિત પૂજા કરે છે. સવારે પૂજા ઉપરાંત સાંજના સમયે તુલસી પાસે દીવો પણ કરવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં પોઝીટીવ એનર્જી જળવાઈ રહે છે.
તુલસીનો છોડ ધાર્મિક મહત્વ ધરાવે છે તેની સાથે જ તેમાં ઔષધીય ગુણ પણ હોય છે. તુલસીનો ઉપયોગ કેટલાક ઉપાયોમાં પણ કરવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિના ઘરમાં દરિદ્રતા વધી ગઈ હોય તો તેને સરળતાથી દૂર કરી શકાય છે. જો ઘરમાં રહેલા તુલસીના છોડ પાસે એક વસ્તુ રાખવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિનો વરસાદ થવા લાગે છે.
તુલસી પાસે શું રાખવું ?
તુલસીના છોડ પાસે લોકો પોતાની માન્યતા અને શ્રદ્ધા અનુસાર અલગ અલગ વસ્તુ રાખે છે. પરંતુ એક એવી વસ્તુ છે જેને તુલસી પાસે રાખવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થઈ જાય છે અને નેગેટિવ એનર્જી પણ દૂર થાય છે. જો તમારા ઘરમાં પણ આર્થિક સમસ્યાઓ વારંવાર આવતી હોય તો તુલસીના છોડની પાસે ભગવાન શાલીગ્રામ અથવા તો તેમની પ્રતિમા રાખો.
માનવામાં આવે છે કે જે લોકોના ઘરમાં તુલસી અને શાલીગ્રામ એક સાથે હોય ત્યાં ધનની ખામી રહેતી નથી જે લોકો પોતાના ઘરમાં તુલસી પાસે શાલીગ્રામ રાખે છે તેની આર્થિક સ્થિતિ સુધરવા લાગે છે. તુલસી પાસે શાલીગ્રામ રાખીને તેની રોજ પૂજા કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. જે ઘરમાં રોજ લડાઈ ઝઘડા થતા હોય ત્યાં શાંતિ થઈ જાય છે.
જો તમે તુલસીજી પાસે શાલીગ્રામ ભગવાનને પધરાવો છો તો તેમને ભોગ ધરાવવો પણ જરૂરી થઈ જાય છે. ભગવાન શાલીગ્રામ અને તુલસીજીની રોજ પૂજા કરવી અને સાથે જ તેમને પંચામૃતનો ભોગ ધરાવો. જ્યારે તુલસીજીને જળ અર્પણ કરો ત્યારે ભગવાન શાલીગ્રામને પણ સ્નાન કરાવો. ધાર્મિક માન્યતા અનુસાર શાલીગ્રામ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. તેમની તુલસીજી સાથે રોજ પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે