14 ઓક્ટોબરે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, આ રાશિના જાતકોને મળશે બમ્પર લાભ
Last Surya Grahan 2023: સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણને ખગોળિય ઘટના માનવામાં આવે છે. વર્ષ 2023નું બીજુ અને છેલ્લું સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબરે છે. આ સૂર્ય ગ્રહણ કેટલાક જાતકો માટે શુભ રહેશે.
Trending Photos
Solar Eclipse 2023 October: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 14 ઓક્ટોબર 2023ના દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ લાગવાનું છે. સૂર્ય ગ્રહણને હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં સારૂ માનવામાં આવતું નથી. તેથી સૂર્ય ગ્રહણ દરમિયાન કોઈ શુભ કાર્ય કરી શકાય નહીં. 14 ઓક્ટોબર, શનિવારે લાગી રહેલા સૂર્ય ગ્રહણ વર્ષનું બીજુ અને છેલ્લું સૂર્ય ગ્રહણ છે. આ સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબરે રાત્રે 8 કલાક 34 મિનિટ પર શરૂ થશે અને મધ્ય રાત્રિ 2 કલાક 25 મિનિટ પર સમાપ્ત થશે. આ સૂર્ય ગ્રહણનો શુભ અને અશુભ પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડશે. તેમાંથી પાંચ રાશિઓ એવી છે, જેને સૂર્ય ગ્રહણ શુભ ફળ આપશે.
સૂર્ય ગ્રહણની રાશિઓ પર અસર
મિથુન રાશિઃ મિથુન રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ લાભકારી રહી શકે છે. આ લોકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. કરિયરમાં કોઈ મોટી સફળતા મળશે. મન શાંત રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે. તમારા કામની પ્રશંસા થશે.
સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકોને સૂર્ય ગ્રહણ લાભ આપી શકે છે. ધન લાભ થશે. વેપારમાં નફો વધી શકે છે. તમારા ઘરમાં ખુશીઓ આવશે. લવ લાઇફ સારી રહેશે. પરંતુ તમારા વિરોધી તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. તેથી સતર્ક રહો.
તુલા રાશિઃ તુલા રાશિમાં સૂર્ય ગ્રહણ થઈ રહ્યું છે અને આ રાશિના જાતકોને લાભ આપશે. આ જાતકોનું માન-સન્માન વધશે. તમારી પ્રગતિ થશે. તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. આ દરમિયાન ભાગ્યનો સાથ મળશે. બિઝનેસમાં પણ સફળતા મળશે.
વૃશ્ચિક રાશિઃ સૂર્ય ગ્રહણ વૃશ્ચિક રાશિના જાતકોનો આત્મ વિશ્વાસ વધારશે. પરિવારનો સાથ મળશે. જે લોકો નોકરી શોધી રહ્યાં છે, તેને સફળતા મળશે. વેપારમાં તમારી મહેનત રંગ લાવશે. તમારા કામ પૂરા થશે અને ધનલાભ થશે.
મકર રાશિઃ સૂર્ય ગ્રહણ મકર રાશિના જાતકોનો ખર્ચ વધારશે પરંતુ ધનલાભ પણ કરાવશે. કોઈ નવા સ્ત્રોતથી પૈસા મળશે. વિદ્યાર્થીઓ માટે સમય શુભ રહેશે. ઘર અને વાહન સુખ મળશે. ભાગ્યમાં વધારો થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે