Vastu Tips: ઘરના મુખ્ય દરવાજા પર રાખો આ 6 વસ્તુઓ, દિવસ-રાત ઘરમાં વધશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ

Vastu Tips:વાસ્તુશાસ્ત્રમાં ઘર અને ઓફિસના મુખ્ય દ્વાર સંબંધિત કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી જીવનમાં ખુશહાલી વધે છે. જો તમે પણ દિવસ રાત પ્રગતિ કરવા માંગતા હોય તો ઘરના મુખ્ય દરવાજાની પાસે આ વસ્તુઓ રાખો. આ ઉપાય કર્યા પછી તમને પણ તમારા જીવનમાં ફેરફાર જોવા મળશે. 

Vastu Tips: ઘરના મુખ્ય દરવાજા પર રાખો આ 6 વસ્તુઓ, દિવસ-રાત ઘરમાં વધશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ

Vastu Tips: દરેક વ્યક્તિ ઈચ્છા રાખે છે કે તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધે. આવું જીવન મળે તે માટે લોકો મહેનત કરે છે. પરંતુ ઘણી વખત મહેનત કર્યા પછી પણ કોઈને કોઈ સમસ્યાઓ આવતી રહે છે. જીવનમાં આર્થિક સામાજિક અને પારિવારિક સમસ્યાઓ ઘણી વખત ઘેરી વડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે કેટલાક વાસ્તુ ઉપાય કરી શકાય છે. વાસ્તુશાસ્ત્રમાં ઘર અને ઓફિસના મુખ્ય દ્વાર સંબંધિત કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી જીવનમાં ખુશહાલી વધે છે. જો તમે પણ દિવસ રાત પ્રગતિ કરવા માંગતા હોય તો ઘરના મુખ્ય દરવાજાની પાસે આ વસ્તુઓ રાખો. આ ઉપાય કર્યા પછી તમને પણ તમારા જીવનમાં ફેરફાર જોવા મળશે. 

ઘરના મુખ્ય દ્વાર પર રાખવાની શુભ વસ્તુઓ 

- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર કે ઓફિસના મુખ્ય દ્વારની પાસે કાચના વાસણમાં પાણી ભરીને રાખવું જોઈએ. આ પાણીમાં સુગંધી ફૂલ રાખવા જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મકતા અને ખુશીઓ આવે છે. 

- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા ઉપર હંમેશા તોરણ હોવું જોઈએ. આ તોરણ આંબા કે આસોપાલવના પાનનું હોય તો સૌથી સારું. આવા તોરણથી નકારાત્મકતા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે. જ્યારે પાન કરમાઈ જાય તો તોરણ બદલી દેવું જોઈએ. 

- ઓફિસ અને ઘરના મુખ્ય દ્વાર પર લક્ષ્મીજીના પગના નિશાન હંમેશા બનાવી રાખવા. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. લક્ષ્મીજીના પગના નિશાન લાલ અથવા પીળા રંગથી કરવા. એના માટે કંકુ કે હળદરનો ઉપયોગ કરી શકાય છે. 

- ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવું પણ શુભ છે. સ્વસ્તિક લગાડવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે. ઘર કે દુકાન કે ઓફિસના પ્રવેશ દ્વાર પર હંમેશા સ્વસ્તિક બનાવવો જોઈએ. 

- વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય દરવાજો ઘરના અન્ય દરવાજા કરતા મોટો હોવો જોઈએ. આ પ્રકારની વ્યવસ્થા નકારાત્મક ઊર્જાને ઘટાડે છે અને સકારાત્મક ઊર્જા વધારે છે. તેથી આ નિયમને હંમેશા ધ્યાનમાં રાખો. 

- જો તમે ઈચ્છતા હોય કે તમારા જીવનમાં પૈસાની ખામી ક્યારેય ન સર્જાય તો ઘરના મુખ્ય દરવાજા પર ઉંબર બનાવો. ઘરના મુખ્ય દરવાજાના આ સ્થાનની પૂજા રોજ સવારે કરવી. રોજ સવારે તેને પાણીથી સાફ કરી પૂજા કરવાથી ઘરમાં ધનની ખામી ક્યારેય સજાતી નથી.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news