Navratri 2021: નવરાત્રિ દરમિયાન કરો આ વિશેષ કાર્ય, જીવનમાં આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ!
નવરાત્રિના દિવસો દરમિયાન માતાજીની પૂજા કરવી જોઈએ અને માતાજીને પ્રસન્ન કરવા ગરબા પણ રમવા જોઈએ. જો તમે પણ માતાજીને પ્રસન્ન રાખવા માંગો છો તો તમારે આ દિવસો દરમિયાન અહીં જણાવેલ ઉપાય કરવાના રહેશે. 15 તારીખે આ નવરાત્રીનો છેલ્લો દિવસ રહેશે. આ ઉપાય કરશો તો તમને ઘરમાં ક્યારેય પણ ધન અને અન્નની કોઈપણ કમી રહેશે નહિ..
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ નવરાત્રિના દિવસો દરમિયાન માતાજીની પૂજા કરવી જોઈએ અને માતાજીને પ્રસન્ન કરવા ગરબા પણ રમવા જોઈએ. જો તમે પણ માતાજીને પ્રસન્ન રાખવા માંગો છો તો તમારે આ દિવસો દરમિયાન અહીં જણાવેલ ઉપાય કરવાના રહેશે. 15 તારીખે આ નવરાત્રીનો છેલ્લો દિવસ રહેશે. આ ઉપાય કરશો તો તમને ઘરમાં ક્યારેય પણ ધન અને અન્નની કોઈપણ કમી રહેશે નહિ..
આ સાથે બીજા ઘણા બધા લાભ પણ મળશે. તો ચાલો ફટાફટ તમને જણાવી દઈએ આ સરળ ઉપાય.
રંગોળી : નવરાત્રીના 9 દિવસ દરમિયાન તમારે માતાજીના સ્વાગતમાં ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી કરવી જોઈએ. આ રંગોળી તમારે દરરોજ 9 દિવસ સુધી સવાર સવારમાં બનાવવી જોઈએ. રંગોળીમાં સ્વાગતનું ચિન્હ રાખવું. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. જ્યાં સારી પોઝિટિવ એનર્જી હોય ત્યાં માતાજી નિવાસ કરતા હોય છે.
સ્વસ્તિક : આપણા હિન્દૂ ધર્મમાં સાથિયાનું એટલે કે સ્વસ્તિકનું ખુબ મહત્વછે. કોઈપણ પૂજા હોય કે શુભ કામ હોય નવરાત્રી દરમિયાન ઉંબરા પર પૂજા કરીને સાથિયા કરવા જોઈએ. આ તમારે નવરાત્રી દરમિયાન દરરોજ કરવાનું છે. સાથિયો તમારે હળદર અથવા કંકુથી કરવાનો છે એ ખુબ શુભ માનવામાં આવે છે. ઘરની નેગેટિવ એનર્જી દૂર કરવા આ ખાસ ઉપાય છે.
દુર્ગામંત્ર : નવરાત્રી દરમિયાન માતાજીની જેટલી ભક્તિ કરવામાં આવે એટલી ઓછી છે. વધુને વધુ માતાજીનું નામ લો. ધ્યાન કરો અને પૂજા પાઠ દરમિયાન દુર્ગા મંત્રનો જાપ કરો. આમ કરવાથી માતાજી તમારા પર જલ્દી પ્રસન્ન થશે. આ છે એ મંત્ર જે તમારે આ 9 દિવસ કરવાના છે. - ॐ जयन्ती मंगला काली भद्रकाली कपालिनी। दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
ઘટ પૂજા : નવરાત્રી દરમિયાન ઘરે ઘટ સ્થાપના કરીને પૂજા કરવી જોઈએ જો ઘરમાં ઘટ સ્થાપના કરવી શક્ય નથી તો દરરોજ માતાજીના મંદિરે જઈને તેમની પૂજા કરવી. આમ કરવાથી તમને માતાના આશીર્વાદ મળશે.
કન્યા ભોજ : નવરાત્રી દરમિયાન મહિલાઓનું અપમાન ક્યારેય કરવું જોઈએ નહિ. આ સાથે જો તમે માતાજીને પ્રસન્ન કરવા માંગો છો તો તમારે નવરાત્રી દરમિયાન કુંવારી નાનકડી કન્યાઓને ભોજન કરાવો. ભોજન પછી તે બાળકીઓને ભેટ આપો. આ સાથે કન્યાઓને પગે લાગીને તેમના આશીર્વાદ લેવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે