Navratri 2022: નવરાત્રિ વ્રતમાં કેમ કરે છે સિંધવ નમકનું સેવન? શું આની પાછળ છે કોઈ વૈજ્ઞાનિક કારણ
નવરાત્રિનો તહેવાર આ વર્ષે 2 એપ્રિલે શરૂ થવાનો છે. માતાજીને પ્રસન્ન કરવા માટે લોકો 9 દિવસ માતાની પૂજા કરે છે અને સાથે વ્રત રાખીને તેમને પસંદ કરવાની કોશિશ કરે છે. નવરાત્રિમાં લોકો વ્રત દરમિયાન ફળનું સેવન કરે છે અને સાથે સાથે ખાવામાં સિંધવ નમકનો ઉપયોગ પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રિમાં વ્રત દરમિયાન સિંધવ નમકનું સેવન શા માટે કરવામાં આવે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, નવરાત્રિમાં સિંધવ નમકનું સેવન કેમ કરવામાં આવે છે. સાથે જ તેના ફાયદા શું છે.
Trending Photos
નવી દિલ્લીઃ નવરાત્રિનો તહેવાર આ વર્ષે 2 એપ્રિલે શરૂ થવાનો છે. માતાજીને પ્રસન્ન કરવા માટે લોકો 9 દિવસ માતાની પૂજા કરે છે અને સાથે વ્રત રાખીને તેમને પસંદ કરવાની કોશિશ કરે છે. નવરાત્રિમાં લોકો વ્રત દરમિયાન ફળનું સેવન કરે છે અને સાથે સાથે ખાવામાં સિંધવ નમકનો ઉપયોગ પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રિમાં વ્રત દરમિયાન સિંધવ નમકનું સેવન શા માટે કરવામાં આવે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, નવરાત્રિમાં સિંધવ નમકનું સેવન કેમ કરવામાં આવે છે. સાથે જ તેના ફાયદા શું છે.
કેમ કરે છે સિંધવ નમક સેવનઃ
સિંધવ નમકને નમકનું શુદ્ધત્તમ રૂપ માનવામાં આવે છે. આ સાથે જ તેને બનાવતા સમયે કેમિકલ પ્રોસેસમાંથી પસાર નથી થવું પડતું. સાધારણ નમકની વાત કરીએ તો, સાધારણ નકમને કેમિકલ પ્રોસેસથી પસાર થવું પડે છે. જેના કારણે પોષક તત્વ જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ ઓછા થઈ જાય છે. આજ કારણે સિંધવ નમકનું સેવન વ્રત દરમિયાન કરવામાં આવે છે. જેનાથી બોડીને વધારે પોષક તત્વ મળે છે. સાથે જ સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે.
સિંધવ નમકના ફાયદાઓઃ
1. પાચન ક્રિયાને તંદુરસ્ત બનાવવામાં સિંધવ નમક ખુબ જ કામ આવે છે. જો તમને ઉલટીઓ થાય છે કે જીવ મુંઝાઈ છે તો સિંધવ નમકમાં લીંબુનો રસ મેળવીને તે મિશ્રણનું સેવન કરો.
2. આંખો માટે પણ સિંધવ નમક ખુબ જ ફાયદાકારક છે. સિંધવ નમક આંખોની રોશનીને ઓછી થવાથી બચાવે છે.
3. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ સિંધવ નમક ખુબ જ કામ આવે છે. સિંધવ નમકની અંદર કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે લોકો જલદી થાકી જાય છે તે સિંધવ નમકનું સેવન કરીને બ્લડ પ્રેશનની સમસ્યાને ઓછી કરી શકો છો. અને પોતાની બોડીને રિલેક્સ કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે