નવલી નવરાત્રિનું આજે આઠમું નોરતું, આજના દિવસે આ રીતે કરો માતા મહાગૌરીની પૂજા
મહાગૌરીની પૂજા નવરાત્રીના આઠમાં દિવસે થાય છે. માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનની દેવીનું પ્રતીક છે. મહાગૌરી માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે લોકો સમગ્ર નવરાત્રિનો ઉપવાસ ન કરી શકે તેઓ આજના દિવસે ઉપવાસ કરીને ખાસ મહાગૌરીની પૂજા અર્ચના કરે છે. આ દિવસે ગુલાબી રંગનું મહત્વ હોય છે જે જીવનમાં સકારાત્મકતાનું પ્રતીક હોય છે.
Trending Photos
નવી દિલ્હીઃ આજે નવલી નવરાત્રિનું આઠમું નોરતું છે. સાત દિવસથી માતાજીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવી. ત્યારે આજે આઠમા નોરતે દેવી મહાગૌરીની પૂજા અર્ચના કરવામાં આવે છે. દેવી મહાગૌરીની પૂજા કરવાથી જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. નવરાત્રિમાં આઠમનો દિવસ ખુબ મહત્વનો માનવામાં આવે છે.
મહાગૌરીની પૂજા નવરાત્રીના આઠમાં દિવસે થાય છે. માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનની દેવીનું પ્રતીક છે. મહાગૌરી માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે લોકો સમગ્ર નવરાત્રિનો ઉપવાસ ન કરી શકે તેઓ આજના દિવસે ઉપવાસ કરીને ખાસ મહાગૌરીની પૂજા અર્ચના કરે છે. આ દિવસે ગુલાબી રંગનું મહત્વ હોય છે જે જીવનમાં સકારાત્મકતાનું પ્રતીક હોય છે.
એક લોકકથા એવી પણ છે કે, મા પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે તપ કર્યું હતું. સખત તપ કરવાના કારણે તેમનું શરીર કાળું પડી ગયું અને ત્યારે ભગવાન શિવે તેમના પર ગંગાજળ છાંટ્યું અને તેઓને ફરી ગોરો રંગ આપ્યો. ત્યારથી માતાના આ સ્વરૂપને મહાગૌરી કહેવામાં આવે છે.
આઠમના દિવસે આ રીતે કરો પૂજા-
આઠમના દિવસે માતા મહાગૌરીની પૂજાનું ખુબ જ મહત્વ હોય છે. ત્યાર આજના દિવસે લાલ ચૂંદડીમાં માતાને સિક્કા અને પતાસા ચઢાવવામાં આવે છે. આ સાથે જ 9 કન્યાઓને જમાડીને તેમને લાલ રંગની વસ્તુઓ ભેટમાં આપવાથી તમારી તમામ ઈચ્છાઓ પૂરી થાય છે.
પૂજા વિધિ-
આજના દિવસે પીપળાના 11 પાન પર ઘી સિંદૂરથી ભગવાનનું નામ લખો અને માળા બનાવો.
આ પાનની માળાને હનુમાનજીને પહેરાવો જેથી તમારી દરેક તકલિફ દૂર થાય છે.
આઠમે 9 દિવા પ્રગટાવો અને ઘરમાં જ દિવોઓની પ્રતિક્રિયા કરો જેથી તમામ રોગ દૂર થાય છે.
આ દિવસે લાલ અને ગુલાબી રંગનું ખાસ મહત્વ છે એટલે આ રંગની ભેટ આપવી જોઈએ.
મહાગૌરી માતાની ઉપાસના માટેનો મંત્ર
श्वेते वृषे समारुढा श्वेताम्बरधरा शुचिः |
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा ||
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે