New Year 2025: મૂલાંક 9 ના લોકો માટે વર્ષ 2025 અત્યંત લકી, મળશે ધનલાભ, કારર્કિદી માટે અતિ ઉત્તમ વર્ષ સાબિત થશે

New Year 2025 Predictions: ગણતરીના દિવસોમાં વર્ષ 2025 ની શરુઆત થશે. આવનાર વર્ષ મૂલાંક 9 ના લોકો માટે અત્યંત લકી સાબિત થશે. આ વર્ષ અપાર સફળતા અપાવશે. આ લોકોને કરિયરમાં સારા લાભ થશે. 

New Year 2025: મૂલાંક 9 ના લોકો માટે વર્ષ 2025 અત્યંત લકી, મળશે ધનલાભ, કારર્કિદી માટે અતિ ઉત્તમ વર્ષ સાબિત થશે

New Year 2025 Predictions: જ્યોતિષશાસ્ત્રની જેમ અંકશાસ્ત્રનું પણ વિશેષ મહત્વ છે. અંકશાસ્ત્રમાં અલગ અલગ અંકોનો મહત્વ દર્શાવેલું છે. અંકશાસ્ત્ર અનુસાર મૂલાંક 9 પૂર્ણતા, પરોપકાર અને આધ્યાત્મિક જ્ઞાનનો અંક છે.. આ અંકનો સંબંધ મંગળ અને સૂર્ય ગ્રહ સાથે હોય છે. આ અંક શક્તિ ઉર્જા અને સેવાનું પ્રતિક પણ છે. 

મૂલાંક 9 ની ખાસિયતો 

અંકશાસ્ત્ર અનુસાર મૂલાંક 9 માનવતા અને પરોપકારની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હોય છે. આ અંકને અંકશાસ્ત્રીઓ આધ્યાત્મિક જાગૃતતા અને આત્મજ્ઞાનનું પ્રતિક પણ ગણાવે છે. હિન્દુ ધર્મમાં નવ અંકનું વિશેષ મહત્વ છે. જેમકે નવનો સંબંધ નવ દુર્ગા અને નવરાત્રી સાથે પણ છે. સાથે જ નવગ્રહની સ્થિતિનું પ્રતિનિધિત્વ પણ આ અંક કરે છે. 

જે વ્યક્તિનો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થાય છે તેનો મૂલાંક નવ બને છે. આ તારીખોએ જન્મેલા લોકો કરિયરમાં જો સેવા ક્ષેત્રે, ચિકિત્સા ક્ષેત્રે, કલા ક્ષેત્રે આગળ વધે તો તેમને અપાર સફળતા મળે છે. 

મૂલાંક 9 અને વર્ષ 2025 નો સંબંધ 

આગામી વર્ષ એટલે કે વર્ષ 2025 નો મુલાંક પણ 9 બને છે. જેના કારણે મૂલાંક 9 ના લોકો સાથે આ વર્ષનો ખાસ સંબંધ બને છે. અંકશાસ્ત્ર અનુસાર વર્ષ 2025 મુલાંક 9 ધરાવતા લોકો માટે વિશેષ બની જશે. જે લોકોની જન્મતિથિ 9, 18 કે 27 છે તે લોકોને વર્ષ 2025 માં અપાર સફળતા અને ધનલાભ થઈ શકે છે. મૂલાંક 9 ધરાવતા લોકો માટે વર્ષ 2025 મહત્વપૂર્ણ અને સકારાત્મક સાબિત થશે. આ મુલાંકના લોકો જીવનમાં મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરશે. આ વર્ષ દરમિયાન કરિયરમાં મોટા ફેરફાર પણ જોવા મળી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news