400 વર્ષ બાદ બની રહ્યા છે 9 દુર્લભ યોગ, આ 3 રાશિવાળાને નસીબ આડેથી પાંદડું હટશે, અઢળક ધનલાભ થશે
Shubh Yog In Navratri: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે શુભ અને અશુભ યોગ બનાવતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન ઉપર પણ જોવા મળે છે. અત્રે જણાવવાનું કે નવરાત્રિમાં 9 દુર્લભ યોગ બની રહ્યા છે અને આ યોગ 400 વર્ષ બાદ બની રહ્યા છે.
Trending Photos
Shubh Yog In Navratri: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે શુભ અને અશુભ યોગ બનાવતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન ઉપર પણ જોવા મળે છે. અત્રે જણાવવાનું કે નવરાત્રિમાં 9 દુર્લભ યોગ બની રહ્યા છે અને આ યોગ 400 વર્ષ બાદ બની રહ્યા છે. જેમાંથી 15 ઓક્ટોબરે પદ્મ અને બુધાદિત્ય યોગ બન્યો અને ચિત્રા નક્ષત્રનો સંયોગ હતો. આ સાથે જ 16 ઓક્ટોબરે છત્ર યોગ અને સ્વાતિ નક્ષત્ર હતા. જ્યારે 16 ઓક્ટોબરે પ્રીતિ, આયુષ્યમાન અને શ્રીવાત્સ્ય યોગ બની રહ્યા છે. જ્યારે 18 ઓક્ટોબરે સર્વાર્થ સિદ્ધિ અને અમૃત યોગ બની રહ્યા છે. જ્યારે 20 ઓક્ટોબરે રવિ યોગ અને 21 ઓક્ટોબરે ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે. આ સાથે જ 24 ઓક્ટોબરના રોજ અમૃતકાળ અને વૃદ્ધિ યોગ રહેશે. આવામાં આ યોગોનો પ્રભાવ તમામ રાશિઓના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમને આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે. જાણો કોણ છે તે લકી રાશિઓ....
મકર રાશિ
મકર રાશિવાળા માટે આ 9 દુર્લભ યોગનું એક સાથે બનવું એ લાભકારી સાબિત થઈ શકે છે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. આ સાથે જ તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. કામકાજમાં પ્રગતિ થશે. નોકરીયાતોની કામ કરવાની શૈલીમાં નિખાર આવશે. જેનાથી તેમને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. ધનલાભ થઈ શકે છે. આ સાથે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને આ સમયે સારી સફળતા મળશે.
મેષ રાશિ
નવ શુભ યોગનું બનવું એ મેષ રાશિવાળા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમય પરિણીત લોકોના જીવનસાથી સાથે સંબંધ મધુર થશે. આ સાથે જ જીવનસાથીને તમારો સહયોગ મળશે. નોકરીયાતોને આ દરમિયાન કાર્યક્ષેત્રમાં ઉચ્ચ પદ મળી શકે છે. આ સાથે જ તમે સામાજિક રીતે પણ લોકોની વચ્ચે સારા એવા લોકપ્રિય રહેશો. આ સમયગાળામાં જૂના રોકાણથી લાભ થશે. કૌટુંબિક મામલાઓમાં ખુબ જ શાનદાર પરિણામો મળશે. કૌટુંબિક સુખ પ્રાપ્તિ થશે. પાર્ટનરશીપના કામોમાં લાભ થઈ શકે છે.
ધનુ રાશિ
તમારા માટે 9 દુર્લભ યોગનું બનવું કોઈ વરદાનથી કમ નહીં હોય. આ સમયગાળામાં તમને ભાગ્ય ભરપૂર સાથ આપશે. જે કામ એટકેલા હતા તે પૂરાં થશે. આ સમયમાં તમે કામકાજ સંબંધિત મુસાફરી પણ કરી શકો છો. જે શુભ સાબિત થશે. આ સાથે તમે કોઈ નવું વાહન કે સંપત્તિ ખરીદવાની યોજના પણ ઘડી શકો છો. વેપારીઓને સારો એવો ધનલાભ થઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે