માત્ર કુંભ જ દેખાય છે નાગા સાધુઓ, ક્યાંથી આવે છે અને ક્યાં જતા રહે છે આ તપસ્વીઓ

Naga Sadhu history: શિવના ભક્ત આ નાગા સાધુઓની એક રહસ્યમય દુનિયા હોય છે. માત્ર કુંભમાં જ તેઓ દેખાય છે. તે અગાઉ અને ત્યાર બાદ સામાન્ય વસ્તી વચ્ચે તેઓ ક્યારે પણ જોવા નથી મળતા. સામાન્ય લોકોથી દુર તેઓ પોતાના અખાડામાં રહે છે. આ રહસ્યમયી નાગા સાધુઓની રહેણીકરણી પણ અનોખી છે. 

માત્ર કુંભ જ દેખાય છે નાગા સાધુઓ, ક્યાંથી આવે છે અને ક્યાં જતા રહે છે આ તપસ્વીઓ

Naga Sadhu Life: નાગા સાધુઓ કુંભ મેળા અને માઘ મેળા જેવા ખાસ પ્રસંગોએ જ જોવા મળે છે. નાગા સાધુ બનવાથી લઈને આ સાધુઓનું જીવન અને તેમની રહેવાની રીત પણ ઘણી રહસ્યમય છે. એટલા માટે જ સાધુ-સંતોના આ સમુદાય વિશે જાણવા માટે લોકો ઉત્સુક હોય છે.

કુંભમાં હંમેશા નાગા અખાડાઓના શાહી સ્નાન સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર હોય છે.  શિવના ભક્ત આ નાગા સાધુઓની એક રહસ્યમય દુનિયા હોય છે. માત્ર કુંભમાં જ તેઓ દેખાય છે. તે અગાઉ અને ત્યાર બાદ સામાન્ય વસ્તી વચ્ચે તેઓ ક્યારે પણ જોવા નથી મળતા. સામાન્ય લોકોથી દુર તેઓ પોતાના અખાડામાં રહે છે. આ રહસ્યમયી નાગા સાધુઓની રહેણીકરણી પણ અનોખી છે. 

કહેવામાં આવે છે કે પ્રાચીન કાળમાં ઋષી દત્તાત્રેયે નાગા સંપ્રદાયની સ્થાપના કરી હતી. આઠમી સદીમાં આદિ શંકરાચાર્યજીએ સનાતન ધર્મની રક્ષા માટે નાગા સંપ્રદાયને સંગઠીત કર્યો. આ ભગવાન શિવના ઉપાસક હોય છે. નાગા સાધુ જે સ્થળો પર રહે છે, તેને અખાડા કહેવામાં આવે છે. આ અખાડા આધ્યાત્મિક ચિંત અને કુશ્તીનું કેન્દ્ર હોય છે. 

અખાડા
શંકરાચાર્યએ સનાતન ધર્મની સ્થાપના માટે દેશનાં ચારેય ખુણાઓમાં ચારેય પીઠોના નિર્માણ કર્યા. તેમણે મઠો- મંદિરોની સંપત્તીની રક્ષા કરવા માટે અને ધર્માવલંબિયોને અને આતંકીઓને બચાવવા માટે સનાતન ધર્મની અલગ અલગ સંપ્રદાયોની સશસ્ત્ર શાખાઓ સ્વરૂપે અખાડાઓની શરૂઆત કરી હતી. 

સામાજિક ઉથલ પાથલનાં તે યુગમાં આદિગુરૂ શંકરાચાર્યને લાગ્યું કે, માત્ર આધ્યાત્મકિ શક્તિથી જ ધર્મની રક્ષા માટે બાહ્ય પડકારોની તુલનામાં ન કરી શકાય. એટલા માટે તેમણે યુવા સાધુ વ્યાયામ કરીને પોતાનાં શરીરને કસરતી બનાવો અને શસ્ત્ર ચલાવવામાં પણ નિપુણતા પ્રાપ્ત કરે. એટલા માટે આવા મઠોનું નિર્માણ થયું જ્યાં આ પ્રકારનાં વ્યાયામ અથવા શસ્ત્રોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો, એવા મઠોને જ અખાડા કહેવામાં આવ્યા. 

દેશમાં આઝાદી બાદ અખાડાઓએ પોતાનાં સૈન્ય ચરિત્રને ત્યાગી દીધા. આ અખાડાના પ્રમુખોએ વધારે મહત્વસાથે જણાવ્યું કે તેઓ ભારતીય સંસ્કૃતી અને દર્શનનાં સનાતની મુલ્યોનો અભ્યાસ અને પાલન કરે ઉપરાંત સંયમિત જીવન વ્યક્તીત કરે. આ સમયે નિરંજની અખાડા જુનાદત્તા અથવા જુના અખાડા, મહાનિર્વાણ અખાડા, નિર્મોહી અખાડા સહિત કુલ 13 મહત્વનાં અખાડાઓ છે. 

6 વર્ષમાં બને છે નાગા સાધુ
નાગા પરંપરામાં દીક્ષિત થવાની પ્રક્રિયા ખુબ જ જટિલ છે. કોઇ પણ અખાડો ખુબ જ સારા પ્રકારની તપાસ કર્યા બાદ જ કોઇને પોતાના પંથમાં પ્રવેશવાની પરવાનગી આપે છે. આ સમગ્ર પ્રક્રિયામાં 6 વર્ષનો સમય લાગે છે. આ દરમિયાન નવા સભ્યો એક લંગોટ ઉપરાંત કંઇ જ નથી પહેરતા. કુંભ મેળામાં અંતિમ પ્રણ બાદ તેઓ લંગોટ પણ ત્યાગી દે છે અને સમગ્ર જીવન નિર્વસ્ત્ર રહે છે. તે અગાઉ તેમણે લાંબા સમય સુધી બ્રહ્મચારી સ્વરૂપે રહેવાનું હોય છે. પછી તેને મહાપુરૂષ અથવા અવધૂત બનાવવામાં આવે છે. અંતિમ પ્રક્રિયા મહાકુંભ દરમિયાન હોય છે. જેમાં તેનો સ્વયંનું પિંડદાન તથા દંડી સંસ્કાર વગેરેનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news