Rahu Transit 2023: આગામી 18 મહિના આ 5 રાશિવાળા માટે ખુબ ભારે રહેશે! પાપી ગ્રહ મચાવશે ખુબ ધમાલ
નવ ગ્રહનું સમયાંતરે રાશિ પરિવર્તન અને ચલણ ચાલુ રહે છે. ગ્રહોના રાશિ પરિવર્તનથી તમામ 12 રાશિઓ પર અસર પડતી હોય છે. શુભ હોય કે અશુભ અસર તે રાશિના જાતકોએ તે ભોગવવી પડતી હોય છે. ગ્રહોની આ ચાલ અને રાશિ પરિવર્તનને ગ્રહ ગોચર કહે છે. હવે રાહુનું ગોચર મેષ રાશિમાંથી મીન રાશિમાં થયું છે. જેની 5 રાશિના જાતકો પર અશુભ અસર પડી શકે છે.
Trending Photos
નવ ગ્રહનું સમયાંતરે રાશિ પરિવર્તન અને ચલણ ચાલુ રહે છે. ગ્રહોના રાશિ પરિવર્તનથી તમામ 12 રાશિઓ પર અસર પડતી હોય છે. શુભ હોય કે અશુભ અસર તે રાશિના જાતકોએ તે ભોગવવી પડતી હોય છે. ગ્રહોની આ ચાલ અને રાશિ પરિવર્તનને ગ્રહ ગોચર કહે છે. હવે રાહુનું ગોચર મેષ રાશિમાંથી મીન રાશિમાં થયું છે. જેની 5 રાશિના જાતકો પર અશુભ અસર પડી શકે છે. જેનું કારણ છે રાહુ ગ્રહનું હંમેશા ઉલટી ચાલ ચાલવું. હવે રાહુ મીન રાશિમાં પ્રવેશ કરશે એટલે 5 રાશિવાળાએ ખુબ સાવધાન રહેવું પડશે. જ્યોતિષનું માનીએ તો 18 મહિના સુધી 5 રાશિવાળાએ સૌથી વધુ સતર્ક રહેવાની જરૂર છે. જાણો એ 5 રાશિઓ કઈ છે...
મેષ રાશિ
મેષ રાશિવાળા પર રાહુ ગોચરની સીધી અસર પડશે. આ અસર અશુભ રહેશે. જે જીવનને પ્રભાવિત કરશે. આવામાં મેષ રાશિવાળાએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની ખુબ જરૂર છે. આ ઉપરાંત પેટની સમસ્યા વધી શકે છે. આર્થિક તંગીનો પણ સામનો કરવો પડશે. જો આ રાશિના જાતકો કોઈ પણ પ્રકારના કોર્ટ કેસમાં ગૂંચવાયેલા હોય તો ભૂલેચૂકે બેદરકારી ન વર્તવી. આ તમને ભારે પડી શકે છે. તમારા પૈસા પણ ફસાઈ શકે છે. આગામી 18 મહિના સુધી સતર્ક રહેવાની જરૂર છે.
સિંહ રાશિ
સિંહ રાશિ પર રાહુ ગોચરની ખરાબ અસર પડશે. આ રાશિના જાતકોએ 18 મહિના સુધી સતર્ક રહેવાની જરૂર છે. રાહુના પ્રભાવથી આ રાશિવાળા કોઈ સમસ્યામાં ફસાઈ શકે છે. આથી સતર્ક રહેવું. કોઈની પણ સાથે વિવાદ ન કરવો. જો ઝઘડો થાય તો પીછેહટ કરી લેવી. પ્રોપર્ટીને લઈને પણ વાદ વિવાદ થઈ શકે છે. તેનાથી બચવાનો પ્રયત્ન કરો. સમજ્યા વિચાર્યા વગર કોઈ પગલું ન ભરવું. એક ભૂલ તમારા જીવનથી લઈને આર્થિક સ્થિતિ બગાડી શકે છે. આથી ખુબ ધ્યાન રાખવું.
ધનુ રાશિ
રાહુના રાશિ પરિવર્તનથી ટેન્શન વધી શકે છે. માનસિક અશાંતિનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે તમે ખુબ પરેશાન રહેશો. આર્થિક પરેશાની પણ ઉઠાવી પડી શકે છે. 18 મહિના સુધી આ સ્થિતિ રહેશે. ખુબ સતર્ક રહેવાની જરૂર છે.
કુંભ રાશિ
કુંભરાશિવાળા માટે રાહુ ગોચર કષ્ટદાયક રહેશે. તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરશે. આ ઉપરાંત આર્થિક સંકટ આવી શકે છે. આ દરમિયાન આવકના સ્ત્રોત ખરાબ થશે. તેમાં બાધા ઉત્પન્ન થશે. આ ઉપરાંત ઘર પરિવરાથી લઈને ભાઈ બહેનો સાથે પણ વિવાદ થઈ શકે છે. કલેશ થઈ શકે છે. આ માટે સાવધાન રહેવાની જરૂર છે. સાચું કરવા પર લોકો તમારા વિરુદ્ધ થઈ શકે છે. આવામાં સતર્ક રહેશો તો બચી શકો છો.
મીન રાશિ
મીન રાશિવાળા ઉપર પણ રાહુનો પ્રભાવ પડશે. તે મુખ્યત્વે તમારી હેલ્થ બગાડી શકે છે. આ દરમિયાન તમારે સ્વાસ્થ્યની ખુબ કાળજી લેવાની જરૂર છે. મીન રાશિવાળાને પેટ સંબંધિત સમસ્યા અને રોગનો સામનો કરવો પડી શકે છે. આળસની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડશે. કરજ વધી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે