Sankashti Chaturthi 2024: આજે બુધવાર અને સંકટ ચોથનો સંયોગ, આ 4 કામ કરીને કરો દિવસની શરુઆત, ગણેશજી થશે પ્રસન્ન

Sankashti Chaturthi 2024: જો તમારા કાર્યમાં વારંવાર કોઈ બાધા આવતી હોય, આર્થિક સમસ્યા હોય કે જીવનમાં કોઈપણ કષ્ટ હોય તો સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરો ત્યારે બે સોપારી અને બે એલચીનો આ ઉપાય કરી લેજો.

Sankashti Chaturthi 2024: આજે બુધવાર અને સંકટ ચોથનો સંયોગ, આ 4 કામ કરીને કરો દિવસની શરુઆત, ગણેશજી થશે પ્રસન્ન

Sankashti Chaturthi 2024: 28 ફેબ્રુઆરી અને બુધવારે સંકટ ચોથની તિથિ છે. આ દિવસે ભગવાન ગણેશ અને ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક લોકો સંકટ ચતુર્થીનું વ્રત પણ રાખે છે. સાથે જ ભગવાન ગણેશની પૂજા અર્ચના કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. 

શાસ્ત્રોમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા છે. વિઘ્નહર્તા પોતાના ભક્તના કષ્ટ દૂર કરે છે. શાસ્ત્રો અનુસાર જે પણ વ્યક્તિ વિધિ વિધાનથી સંકટ ચતુર્થીનું વ્રત કરે છે તેને જ્ઞાન અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી ભગવાન ગણેશ ભક્તોના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધન વધારે છે. તો ચાલો તમને પણ જણાવીએ સંકટ ચતુર્થીના કેટલાક ઉપાયો વિશે.

સંકટ ચતુર્થીના ઉપાય

1. જો તમારા કાર્યમાં વારંવાર કોઈ બાધા આવતી હોય તો સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરો ત્યારે તેની સામે બે સોપારી અને બે એલચી મૂકવી. તેનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી જીવનમાં આવનારી બાધા દૂર થશે.

2. જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યા રહેતી હોય તો સંકટ ચતુર્થીના દિવસે એક લાલ રંગના કપડામાં શ્રી યંત્ર અને સોપારી રાખો. ત્યાર પછી ભગવાન ગણેશની પૂજા કરો અને શ્રી યંત્રની પણ પૂજા કરો. ત્યાર પછી કપડાં સહિત આ બંને વસ્તુને તિજોરીમાં રાખી દો. આમ કરવાથી ઘરમાં ધન વૃદ્ધિ થશે.

3. સંકટ ચતુર્થીના દિવસે જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે એક લોટામાં શુદ્ધ જળ ભળી તેમાં ચંદન, કુશ, પુષ્પ અને ચોખા ઉમેરીને ચંદ્રને અર્ધ્ય આપો. તેનાથી ચંદ્રદેવ પ્રસન્ન થશે અને પરિવારમાં સુખ શાંતિ વધશે.

4. સંકટ ચતુર્થીના દિવસે 108 વખત ઓમ ગં ગણપતયે નમઃ મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ કરવાથી બુદ્ધિ, શિક્ષા અને જ્ઞાન પ્રાપ્ત થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news