Shani Budh Yuti: શનિ અને બુધ બનાવશે ત્રિએકાદશ યોગ, 3 રાશિવાળાને આકસ્મિક ધનલાભ થશે, પદ-પ્રતિષ્ઠા વધશે

Shani Budh Yuti: જાન્યુઆરી 2025 3 રાશિના લોકો માટે શુભ સાબિત થશે. જાન્યુઆરી મહિનામાં શનિ અને બુધ ખાસ યોગ બનાવશે જેના કારણે રાશિચક્રની 3 રાશિના લોકો માલામાલ થઈ શકે છે. જાણો તમારી રાશિ આ 3 રાશિમાંથી એક છે કે નહીં.

Shani Budh Yuti: શનિ અને બુધ બનાવશે ત્રિએકાદશ યોગ, 3 રાશિવાળાને આકસ્મિક ધનલાભ થશે, પદ-પ્રતિષ્ઠા વધશે

Shani Budh Yuti: વર્ષ 2025 માં જે ગ્રહ ગોચર થશે તેના કારણે 12 રાશિઓ પર અલગ અલગ પ્રભાવ જોવા મળશે. વર્ષના પહેલા મહિના એટલે કે જાન્યુઆરી મહિનામાં કર્મ ફળના દાતા શની અને ગ્રહોના રાજકુમાર બુધ ખાસ યુતિ બનાવશે જેના કારણે ત્રિએકાદશી યોગનું નિર્માણ થશે. જાન્યુઆરી મહિનામાં 19 તારીખે શનિ અને બુધ એકબીજાથી 60 ડિગ્રી પર હશે. શનિ એકાદશ ભાવમાં અને બુધ ત્રીજા ભાવમાં હોવાથી ત્રિએકાદશી યોગ બનશે. આ યોગ 12 રાશિમાંથી ત્રણ રાશિ માટે લાભકારી છે. આ ત્રણ રાશિ કઈ છે જેના પર શનિ અને બુધની કૃપા થવાની છે ચાલો તમને જણાવીએ.

મેષ રાશિ 

શનિ અને બુધની યુતિથી જે યોગ બનવાનો છે તે મેષ રાશિ માટે લાભકારી રહેશે વેપારમાં ઉન્નતિ થશે. કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે. યોજનાઓ લાભકારી રહેશે. વેપારમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે. સામાજિક કાર્યો અને ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સુધરશે. સંબંધો મજબૂત થશે. વિદેશ યાત્રા પર જવાનું થઈ શકે છે. યાત્રાઓ માટે સમય સારો.

કુંભ રાશિ 

કુંભ રાશિ માટે આ યોગ શુભ છે આવકમાં વૃદ્ધિ થશે. આવક વધારવાની નવી તકો મળશે. સમાજમાં માન સન્માન વધશે. સારા કામના વખાણ સાંભળવા મળશે. કાર્યક્ષેત્રમાં સહયોગીઓનો સાથ મળશે. રોજગારની નવી તકો મળશે. માનસિક સ્થિતિ સારી. મન પ્રસન્ન રહેશે. શનિ બુધ વેપારની દ્રષ્ટિએ લાભ કરાવશે 

મીન રાશિ 

મીન રાશિ માટે શનિ અને બુધની યુતી શુભ છે. 19 જાન્યુઆરી પછીનો સમય લાભકારી રહેશે. બેરોજગારોને રોજગાર મળી શકે છે. કારોબારમાં પ્રગતિ થશે. શનિ અને બુધ મીન રાશિ પર મહેરબાન હશે. ધન અને સંપત્તિ વધશે. ઘર પરિવારમાં ખુશીઓ વધશે. વિદ્યાર્થીઓને સફળતા. નોકરી કરતા લોકો માટે ઉત્તમ સમય.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news