Gold Rate Today: હાઈ લા....નાતાલ બાદ સોનાએ માર્યો કૂદકો, ચાંદી પણ ઉછળી, 10 ગ્રામ 22 કેરેટ સોનાનો જાણો ભાવ
Latest Gold Rate: નાતાલના બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં સોના અને ચાંદીના શું ભાવ છે તે ખાસ જાણો.
Trending Photos
કોમોડિટી બજારમાં ગુરુવારે સારી એવી તેજી જોવા મળી. સોના-ચાંદીમાં ફરીથી તેજી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 76,600 રૂપિયાની નજીક છે. જ્યારે ચાંદી 89,500 રૂપિયાની ઉપર હતી. સોનામાં 300 અને ચાંદીમાં પણ લગભગ એટલી જ તેજી જોવા મળી. ગ્લોબલ માર્કેટમાં $2,650ની નજીક હતું. શરાફા બજારમાં પણ સોનું અને ચાંદી આજે તેજીમાં જોવા મળી રહ્યા છે. રિટેલ રેટ અને વાયદા બજારના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
વાયદા બજારમાં ભાવ
સવારે 10 વાગ્યાની આસપાસ MCX પર ગોલ્ડ 346 રૂપિયાની તેજી સાથે 76,616 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. મંગળવારે તેનું ક્લોઝિંગ 76,270 પર થયું હતું. આ દરમિયાન ચાંદી 322 રૂપિયા ચડીને 89,648 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી. મંગળવારે તે 89,326 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 411 રૂપિયા વધીને 76285 રૂપિયા પર પહોંચી ગયો છે. જે મંગળવારે નાતાલના આગલા દિવસે 75874 રૂપિયા હતો. જ્યારે ચાંદી 389 રૂપિયા ચડીને 87900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આજે પહોંચી છે. જે મંગળવારે 87511 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc
Follow us on Facebook : https://t.co/9tJn5720rk… pic.twitter.com/YL5MnqcGkZ
— IBJA (@IBJA1919) December 26, 2024
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/45Ceh9lOtk
— IBJA (@IBJA1919) December 26, 2024
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે