Shadashtak Yog 2024: શનિ મંગળનો ષડાષ્ટક યોગ ફળશે ત્રણ રાશિઓને, વર્ષ 2025 સુધી થતો રહેશે ધનલાભ

Shadashtak Yog 2024: ષડાષ્ટક યોગ અશુભ યોગ હોય છે તેનાથી દેશ દુનિયામાં ઉથલપાથલ પણ થઈ શકે છે. કેટલાક લોકોને આ સમય દરમિયાન સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ત્રણ રાશિને આ યોગ ફાયદો કરાવશે.

Shadashtak Yog 2024: શનિ મંગળનો ષડાષ્ટક યોગ ફળશે ત્રણ રાશિઓને, વર્ષ 2025 સુધી થતો રહેશે ધનલાભ

Shadashtak Yog 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોના સેનાપતિ મંગળે 20 ઓક્ટોબરે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળ ગ્રહના રાશિ પરિવર્તનથી શનિ સાથે તેનો ષડાષ્ટક યોગ સર્જાયો છે. આમ તો આ યોગ અશુભ ગણાય છે પરંતુ બારમાંથી ત્રણ રાશિને આ યોગ ફળશે. ત્રણ રાશિ ને શનિ અને મંગળ જાન્યુઆરી 2025 સુધી લાભ કરાવતા રહેશે. 

23 જાન્યુઆરી સુધી ત્રણ રાશિને લાભ 

ષડાષ્ટક યોગ અશુભ યોગ હોય છે તેનાથી દેશ દુનિયામાં ઉથલપાથલ પણ થઈ શકે છે. કેટલાક લોકોને આ સમય દરમિયાન સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ત્રણ રાશિને આ યોગ ફાયદો કરાવશે.

વૃષભ રાશિ 

વૃષભ રાશિને જાન્યુઆરી 2025 સુધી મોજ થવાની છે. આ સમય દરમિયાન એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ઇચ્છિત કામ પૂરા થશે. સમાજમાં નવી ઓળખ ઊભી થશે. ધન સંબંધિત લાભ થશે. સંબંધોમાં મધુરતા આવશે. ધર્મ સંબંધિત કાર્યોમાં રુચિ વધશે. 

તુલા રાશિ 

તુલા રાશિને પણ કાર્યક્ષેત્રમાં લાભ થશે. મંગળ અને શનિના આ યોગથી આ રાશિના લોકોને વિશેષ લાભ થશે. જીવનમાં પડકારોનો સામનો કરવો પડશે. પરંતુ જે કામ હાથમાં લેશો તેમાં સફળતા પણ મળશે. સામાજિક કાર્યો માં રુચિ વધશે. ધનમાં વધારો થવાના યોગ સર્જાશે.. નોકરી કરતા લોકો માટે સારો સમય. 

કુંભ રાશિ 

કુંભ રાશિ માટે પણ શનિ અને મંગળનો યોગ લાભકારી રહેશે. જીવનમાં નવા પડકારો આવશે. પરંતુ તેનો સામનો સારી રીતે કરી શકશો. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. વેપારમાં સફળતા મળવાના યોગ. સમાજમાં માન સન્માન વધશે. કાર્યથી સહયોગી ખુશ થશે. જાન્યુઆરી 2025 સુધીમાં પ્રમોશન મળી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news