Shanidev: પ્રથમ નોરતે શનિદેવ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિવાળાનું ભાગ્ય પલટાશે, આકસ્મિક ધનલાભ થશે
Shani Nakshatra Gochar: આ વખતે નવરાત્રિની શરૂઆત 15 ઓક્ટોબરથી થઈ રહી છે. આ દિવસે કળશ સ્થાપના કરવામાં આવશે અને આ સાથે જ નવરાત્રિના પહેલા દિવસે વ્રત પણ રાખવામાં આવશે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા ઉપાસના કરાય છે. આ વખતે નવરાત્રિના પહેલા દિવસે જ શનિદેવ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 4 નવેમ્બર 2023ના રોજ શનિ માર્ગી થઈ જશે.
Trending Photos
Shani Nakshatra Gochar: આ વખતે નવરાત્રિની શરૂઆત 15 ઓક્ટોબરથી થઈ રહી છે. આ દિવસે કળશ સ્થાપના કરવામાં આવશે અને આ સાથે જ નવરાત્રિના પહેલા દિવસે વ્રત પણ રાખવામાં આવશે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા ઉપાસના કરાય છે. આ વખતે નવરાત્રિના પહેલા દિવસે જ શનિદેવ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 4 નવેમ્બર 2023ના રોજ શનિ માર્ગી થઈ જશે. નવરાત્રિની શરૂઆતના એક દિવસ પહેલા સૂર્ય ગ્રહણ પણ લાગશે. સૂર્ય ગ્રહણ બાદ શનિનું આ નક્ષત્ર પરિવર્તન ખુબ જ શુભ માનવામાં આવી રહ્યું છે. માન્યતા છે કે નવરાત્રિના પહેલા દિવસે શનિનું નક્ષત્ર ગોચર 4 રાશિઓના જાતકો માટે ખુબ શુભ સાબિત થશે અને તેમના જીવનના તમામ કષ્ટ દૂર થશે. જાણો કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ....
મેષ
શનિના નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરી-ચાકરીમાં આવી રહેલી તમામ બાધાઓ પણ દૂર થશે. ધનલાભના યોગ બની રહ્યા છે. નવું વાહન કે પ્રોપર્ટીની ખરીદી શકો છો. વેપારમાં નફો થશે અને કરિયરમાં પ્રગતિની તકો મળશે.
મિથુન
કારોબારમાં પ્રગતિ કરશો. રોકાણથી લાભ થશે. કૌટુંબિક જીવનમાં સુખ શાંતિ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નવું ઘર ખરીદી શકો છો. નોકરીમાં પ્રમોશનની તક મળશે. ભૌતિક સુખમાં વધારો થશે અને સુખદ સમયની શરૂઆત થશે.
કન્યા
આવકના સ્ત્રોતમાં વધારો થશે. જોબમાં પ્રમોશનના ચાન્સ વધશે. વેપારમાં ધનલાભ થશે. વાહન અને ભૂમિનું સુખ પ્રાપ્ત થશે. પૈતૃક સંપત્તિ મળશે. જેનાથી ધન દોલતમાં વધારાના યોગ બનશે પરંતુ સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચ ન કરતા.
વૃશ્ચિક
વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું થશે. સફળતાની રાહમાં આવી રહેલી અડચણો દૂર થશે અને પ્રગતિનો રસ્તો સરળ થશે. કાનૂની મામલાઓમાં જીત મળશે. ધરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે