Shani Surya Yuti: 5 જાન્યુઆરીથી 3 રાશિ પર સૂર્ય અને શનિ હશે મહેરબાન, ધન, સંપત્તિમાં થશે બમણો વધારો
Shani Surya Yuti: 5 જાન્યુઆરી 2025થી 3 રાશિના લોકોના જીવનમાં અપાર ધનનો વરસાદ થઈ શકે છે. કારણ કે આ દિવસથી સૂર્ય અને શનિની વિશેષ યુતી સર્જાશે. આ યુતિ કઈ રાશિઓને કેવો લાભ કરાવશે જાણો.
Trending Photos
Shani Surya Yuti: શનિ અને સૂર્ય બે મહત્વપૂર્ણ અને મોટા ગ્રહ છે. આ બંને ગ્રહની કૃપા જે વ્યક્તિ પર થાય તેનું જીવન સુધરી જાય છે. જ્યારે આ ગ્રહોની સ્થિતિ બદલાય છે ત્યારે વ્યક્તિને શુભ ફળ પણ મળે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય અને શનિ એકબીજાથી 60 ડિગ્રી પર બિરાજમાન થવાના છે. 5 જાન્યુઆરી 2025 થી બંને ગ્રહનો લાભદ્રષ્ટિ યોગ સર્જાશે. આ યોગ બારમાંથી ત્રણ રાશિને શુભ ફળ આપશે.
લાભ દ્રષ્ટિ યોગ
5 જાન્યુઆરીએ સવારે 4.03 કલાકે સૂર્ય અને શનિ એકબીજાથી 60 ડિગ્રી પર હશે. બંને ગ્રહ એકબીજાથી ત્રીજા અને 11 માં ભાવમાં સ્થિત હશે જેના કારણે આ યોગનું નિર્માણ થશે. આ યોગ ત્રણ રાશીને ઉત્તમ ફળ આપશે. ચાલો તમને જણાવીએ આ ત્રણ રાશિ કઈ છે.
મેષ રાશિ
મેષ રાશિ માટે સૂર્ય અને શનિની લાભદ્રષ્ટિ ફળદાયી રહેશે. સફળતાને નવા દરવાજા ખુલશે અને ધનવૃદ્ધિ સાથે સમાજમાં માન સન્માન વધશે. જીવનમાં ખુશીઓનું આગમન થશે અને વેપાર વધશે. લવ લાઈફ સારી રહેશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. સમાજમાં માન-સન્માન વધશે.
સિંહ રાશિ
સિંહ રાશિ માટે પણ લાભદ્રષ્ટિ યોગ ઉત્તમ સાબિત થશે. અપાર ધંધા થઈ શકે છે. વેપારીઓ માટે સારો સમય. કામકાજમાં વૃદ્ધિ થશે. ધન સંપત્તિના બાબતે વૃદ્ધિ થઈ શકે છે. ઘર ખરીદવાની યોજના બની શકે છે. વિદેશ યાત્રા પર જઈ શકો છો. જીવનમાં ખુશીઓ આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને મન પણ પ્રસન્ન રહેશે.
મકર રાશિ
મકર રાશિ માટે પણ લાભ દૃષ્ટિ યોગ શુભ છે. કારકિર્દીથી લઈને વેપાર ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકોના પ્રમોશનની વાત આગળ વધી શકે છે. આત્મવિશ્વાસ પહેલા કરતા વધશે. ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવા લાગશે. વાણીથી અન્યને આકર્ષિત કરશો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે