Lal Kitab: કુંડળીના તમામ 9 ગ્રહોને કેવી રીતે કરવા મજબૂત, જાણો લાલ કિતાબના ખાસ ઉપાય

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને તમામ ગ્રહનો રાજા ગણવામાં આવે છે. આ આત્મા, આત્મવિશ્વાસ અને માન-સન્માનનો કારક છે. કુંડળીમાં સૂર્ય નબળો હોવા પર હૃદયરોગ, નેત્ર રોગ અને માન-સન્માનની ખોટ આવે છે. લાલ કિતાબમાં આ ગ્રહને મજબૂત કરવા માટે ગંગાજળ અને ચાંદીના ટૂકડાને હંમેશા પૂજાઘર પર રાખવું જોઈએ.

Lal Kitab: કુંડળીના તમામ 9 ગ્રહોને કેવી રીતે કરવા મજબૂત, જાણો લાલ કિતાબના ખાસ ઉપાય

Lal Kitab: વૈદિક જ્યોતિ શાસ્ત્ર અનુસાર કોઈપણ વ્યક્તિના જીવન પર ગ્રહ-નક્ષત્રોનો શુભ-અશુભ બંને પ્રકારનો પ્રભાવ પડે છે. કુંડળીમાં ગ્રહ શુભ હોય તો વ્યક્તિને કાર્યોમાં સફળતા, ધન લાભ, માન-સન્માન અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જ્યારે ગ્રહના અશુભ હોવા પર વ્યક્તિને અલગ અલગ પ્રકારની સમસ્યાઓથી સામનો કરવો પડે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રની જેમ લાલ કિતાબ પણ ગ્રહ શુભ-અશુભ બંને પ્રકારના ફળ આપે છ. લાલ કિતાબમાં તમામ 9 ગ્રહોને મજબૂત કરવાના ઉપાય જણાવવામાં આવ્યા છે. એવામાં જે લોકોને કુંડળીમાં ગ્રહ અશુભ ફળ આપે છે તેમને શુભ બનાવવા માટે લાલ કિતાબમાં જણાવવામાં આવેલા ઉપાયો કરીને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવી શકાય છે.

સૂર્ય-
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને તમામ ગ્રહનો રાજા ગણવામાં આવે છે. આ આત્મા, આત્મવિશ્વાસ અને માન-સન્માનનો કારક છે. કુંડળીમાં સૂર્ય નબળો હોવા પર હૃદયરોગ, નેત્ર રોગ અને માન-સન્માનની ખોટ આવે છે. લાલ કિતાબમાં આ ગ્રહને મજબૂત કરવા માટે ગંગાજળ અને ચાંદીના ટૂકડાને હંમેશા પૂજાઘર પર રાખવું જોઈએ.

ચંદ્રમા-
કુંડળીમાં ચંદ્રમાથી માનસિક સ્થિતિનો ખ્યાલ આવે છે. ચંદ્રમાને મજબૂત કરવા માટે કોઈ પવિત્ર નદીમાં પૈસા નાખવા જોઈએ. આ ઉપરાંત સોમવારે સફેદ કપડામાં મિશ્રી બાંધીને પાણીમાં વહાવી દેવું જોઈએ. આ ઉપાયથી તમારી કુંડળીમાં ચંદ્રમા મજબૂત અને શુભ ફળ આપશે.

મંગળ-
મંગળ ગ્રહ પરાક્રમ અને યુદ્ધનો કારક છે. કુંડળીમાં આ ગ્રહ નબળો હોય તો મજબૂત કરવા માટે સૂર્ય દેવને રોજ સવારે જળમાં ગોળ નાખીને અર્ધ્ય આપો. આ ઉપરાંત હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદુર અર્પિત કરો. 

બુધ-
લાલ કિતાબ અનુસાર જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો કોઈ ગરીબને બકરીનું દાન કરો. હંમેશા તમારા ફોઈનું સન્માન કરો. તાંબાનો સિક્કો ગળામાં ધારણ કરવાથી બુધ અનુકૂળ થાય છે.

ગુરુ-
લાલ કિતાબ અનુસાર ગુરુ ગ્રહ મજબૂત કરવા માટે કેસરનું તિલક માથા પર લગાવો. પીળા વસ્ત્રમા ચણાની દાળ રાખીને તમારા ઘર નજીક વિષ્ણુ મંદિરમાં દાન કરો.

શુક્ર-
શુક્ર ગ્રહના શુભ પ્રભાવથી વ્યક્તિના જીવનમાં ભૌતિક સુખ-સુવિધાની ક્યારેય કમી નથી રહેતી. વ્યક્તિ ધની, સુખ-સમૃદ્ધિવાળું જીવન જીવે છે. આ ગ્રહને શુભ બનાવવા માટે ગાયની સેવા કરો. ગોળનું સેવન કરવાથી બચવું જોઈએ.

શનિ-
શનિદેવ ન્યા
ય અને કર્મના દેવતા છે. લાલ કિતાબ અનુસાર કુંડળીમાં શનિને મજબૂત કરવા માટે વાંદરાઓને ચણા ખવડાવો. 

રાહુ-
રાહુથી વ્યક્તિનું મન ભ્રમિત થાય છે. ચાંદીના ટુકડાને તમારી પાસે રાખો. મહિલાઓ સાથે વાદ-વિવાદ ના કરો. તમારી આવકનો કેટલોક ભાગ બહેન પર ખર્ચ કરો.

કેતુ-
લાલ કિતાબ અનુસાર માથા પર કેસર અને ચંદનનું તિલક લગાવવાથી કેતુ ગ્રહ મજબૂત થાય છે. તલને વહેતા પાણીમાં પ્રભાવિત કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news