Vivah Muhurat: દીકરા કે દીકરીના લગ્ન લેવાના હોય તો જાણી લો, દેવદિવાળી બાદ આખા વર્ષમાં માત્ર 44 જ શુભ મુહુર્ત છે

Vivah Muhurat: દેવઉઠી એકાદશી પછી લગ્નની સીઝન શરૂ થશે. જોકે આ વર્ષે લગ્ન માટે ફક્ત 44 મુહૂર્ત છે. નવેમ્બર માસની વાત કરીએ તો આ મહિનામાં 3 દિવસ જ લગ્નના શુભ મહુર્ત છે. ત્યાર પછી ગુરુ અને શુક્રના અસ્તના કારણે મે મહિનામાં લગ્નનું એક પણ મુહૂર્ત નહીં આવે.

Vivah Muhurat: દીકરા કે દીકરીના લગ્ન લેવાના હોય તો જાણી લો, દેવદિવાળી બાદ આખા વર્ષમાં માત્ર 44 જ શુભ મુહુર્ત છે

Vivah Muhurat: દેવઉઠી એકાદશી પછી લગ્નની સીઝન શરૂ થશે. જોકે આ વર્ષે લગ્ન માટે ફક્ત 44 મુહૂર્ત છે. નવેમ્બર માસની વાત કરીએ તો આ મહિનામાં 3 દિવસ જ લગ્નના શુભ મહુર્ત છે. ત્યાર પછી ગુરુ અને શુક્રના અસ્તના કારણે મે મહિનામાં લગ્નનું એક પણ મુહૂર્ત નહીં આવે. ગત વર્ષે લગ્નસરામાં 63 શુભ મુહૂર્ત હતા પરંતુ આ વર્ષે માત્ર 44 શુભ મહુર્ત છે.

નવા વર્ષમાં લગ્નના શુભ મુહૂર્તની વાત કરીએ તો નવેમ્બર મહિનામાં 27, 28 અને 29 નવેમ્બર લગ્નના શુભ મુહૂર્ત છે ત્યાર પછી ડિસેમ્બરમાં 6, 7, 8, 14 અને 15 તારીખનું શુભ મુહૂર્ત છે. એટલે કે કમુર્તા શરૂ થાય તે પહેલા લગ્નના કુલ આઠ શુભ મુહૂર્ત જ છે. ત્યાર પછી 16 ડિસેમ્બર થી 14 જાન્યુઆરી સુધી કમુરતા શરૂ થશે. 

જાન્યુઆરી મહિનામાં કમુરતા પૂરા થયા પછી 21, 22, 27, 28, 30 અને 31 તારીખે લગ્ન થઈ શકે છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ લગ્નના મુહૂર્ત આવશે. જેમાં 2, 4, 6, 12, 17, 18, 19, 24, 26, 27, 28 તેમજ 29 તારીખે લગ્નના શુભ મુહૂર્ત છે ત્યાર પછી માર્ચ મહિનામાં 2, 3, 4, 6, 11 તેમજ 13 તારીખે શુભ મુહૂર્ત આવે છે. ત્યાર પછી 14 માર્ચથી 13 એપ્રિલ સુધી મીનારક રહેશે જેના કારણે લગ્ન નહીં થઈ શકે. આ સિવાય 17 માર્ચથી 24 દરમિયાન હોળાષ્ટકના કારણે લગ્નમાં નિષેધ આવશે. 

એપ્રિલ મહિનામાં લગ્નના કુલ ચાર જ મુહૂર્ત છે જેમાં 18, 21, 26 અને 28 તારીખ લગ્ન માટે શુભ છે. ત્યાર પછી શુક્ર ગ્રહનો અસ્ત થઈ જશે જેના કારણે 1 મેથી 28 જૂન સુધી લગ્નનું એક પણ મુહૂર્ત નથી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શુક્ર અને ગુરુ નો અસ્ત થઈ ગયો હોય તો લગ્ન થઈ શકતા નથી. બે મહિનામાં શુક્રના અસ્તના કારણે એક પણ લગ્નનું મુહૂર્ત નથી જ્યારે જૂન મહિનામાં 29 અને 30 તારીખે લગ્ન થઈ શકે છે.

આ વર્ષે 17 જુલાઈએ દેવ શયની એકાદશી ઉજવાશે તે પહેલા જુલાઈ મહિનામાં 9, 11, 12, 13, 14 અને 15 તારીખે લગ્નના શુભ મુહૂર્ત છે. ત્યાર પછી 17 જુલાઈએ ભગવાન પોઢી જશે અને લગ્ન ત્યાર પછી વસંત પંચમીથી શરૂ થશે. આમ ગત વર્ષમાં લગ્ન માટે 63 શુભ મુહૂર્ત હતા જ્યારે આ વર્ષમાં લગ્નના માત્ર 44 મુહૂર્ત છે જેમાં સૌથી વધારે ફેબ્રુઆરી મહિનામાં લગ્નના 12 મુહૂર્ત આવશે. જ્યારે ઉનાળામાં આવતી લગ્નસરામાં માત્ર 14 શુભ મુહૂર્ત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news