IND vs SA T20I: સા. આફ્રિકા સામે આજે 'ફાઇનલ' ફાઇટ, પંતના પ્રદર્શનથી પરેશાન ભારત
કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમ આ સિરીઝમાં 1-0ની લીડ મેળવી ચુકી છે અને તેનો ઈરાદો 2-0ના સ્કોરની સાથે સિરીઝ પર કબજો કરવાનો હશે. પ્રથમ મેચ વરસાદને કારણ ધોવાયા બાદ બીજી વનડેમાં ભારતે આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હતું.
Trending Photos
બેંગલુરુઃ છેલ્લી 10 ટી20 ઈનિંગમાંથી રિષભ પંત સાત ઈનિંગમાં ડબલ ડિજિટમાં પહોંચી શક્યો નથી, તેમ છતાં તેને ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાનું મુખ્ય હથિયાર માનવામાં આવી રહ્યો છે. ટીમ મેનેજમેન્ટે આ યુવા પ્રતિભાશાળી બેટ્સમેન પર પોતાનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, પરંતુ પંત હાલ આ વિશ્વાસ પર ખરો સાબિત થવામાં નિષ્ફળ રહ્યો છે. નિષ્ણાંતો માની રહ્યાં છે કે પંતને જે ચોથા ક્રમે બેટિંગમાં ઉતારવામાં આવી રહ્યો છે તે તેની રમત માટે યોગ્ય ક્રમ નથી.
આઉટ થવાનો ડર
પંતને પાંચમાં ક્રમે ઉતારવાની સલાહ આપતા એક્સપર્ટ ચોથા ક્રમ પર શ્રેયસ અય્યરને ઉતારવાની ભલામણ કરી રહ્યાં છે. તેનું માનવું છે કે પંતની રમતમાં પાવર છે અને તે પાવરનો ઉપયોગ ત્યારે કરી શકાય જ્યારે તેના મનમાંથી આઉટ થવાનો ડર દૂર થઈ જાય. ચોથા ક્રમ પર બેટિંગ કરતા તેણે ઘણીવાર 10 ઓવર પહેલા મેદાન પર ઉતરવું પડ્યું, જેથી તે ઈનિંગને બનાવવા અને ઝડપથી રન બનાવવા વચ્ચે કોઈ એક વસ્તુને નક્કી કરવામાં નિષ્ફળ રહ્યો છે. પાંચમાં ક્રમ પર રિષભ પંત બેખોફ સાબિત થઈ શકે છે, પરંતુ તેણે પોતાના શોટ્સની પસંદગી સારી રીતે કરવી પડશે.
વધુ એક સિરીઝ મુઠ્ઠીમાં!
કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ આ સિરીઝમાં 1-0ની લીડ મેળવી ચુકી છે અને તેનો ઈરાદો 2-0ના સ્કોરની સાથે સિરીઝ કબજે કરવા પર હશે. ધરમશાળામાં પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી અને બીજી મેચમાં બોલરોના શાનદાર પ્રદર્શન તથા કેપ્ટન કોહલીની શાનદાર ઈનિંગથી ભારતે સાત વિકેટે જીત મેળવીને 1-0ની લીડ બનાવી હતી. મોહાલીમાં આફ્રિકાના બોલરો પાસે કોહલીની બેટિંગનો કોઈ જવાબ ન હતો અને હવે અંતિમ મેચ તેવા મેદાન પર રમાવાની છે જેને ભારતીય કેપ્ટન સારી રીતે ઓળખે છે અને તે અહીં વધુ એક સારી ઈનિંગ રમવા ઈચ્છશે.
યુવા ફાસ્ટર છોડી રહ્યાં છે પ્રભાવ
મધ્યમક્રમમાં ભારતની પાસે પ્રતિભાશાળી શ્રેયસ અય્યર બાદ હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા હાજર છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ પરંતુ તે વાતથી સંતુષ્ટ છે કે ફાસ્ટ બોલર દીપક ચાહર અને નવદી સૈની નિયમિત જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વરની અનુપસ્થિતિમાં સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે. તેને ભલે આંતરરાષ્ટ્રીય સ્તર પર વર્ષોનો અનુભવ ન હોય પરંતુ વોશિંગટન સુંદર, ચાહર અને સૈનીએ દેખાડ્યું કે તે આફ્રિકન ખેલાડીઓને પડકાર આપી શકે છે. આફ્રિકાના નવા કેપ્ટન ડિ કોકે ફરીથી બેટથી જવાબદારી ઉપાડવી પડશે અને તેને ડેવિડ મિલર અને રીઝા હેંડ્રિક્સના સહયોગની આશા હશે.
નંબર્સ ગેમ
2 ટી20 મેચ જીતી છે ભારતે બેંગલુરૂમાં અને એટલી મેચ ગુમાવી છે આ મેદાન પર
3 વખત જૂનિયર ડાલાએ રોહિત શર્માને આઉટ કર્યો છે. બંન્ને કુલ 7 મેચમાં આમને-સામને થયા છે.
4 રન બનાવતા શિખર ધવન ટી20 ક્રિકેટમાં પોતાના 7000 રન પૂરા કરી લેશે. આમ કરનાર તે ચોથો ભારતીય બેટ્સમેન હશે.
ટીમ
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ક્રુણાલ પંડ્યા, વોશિંગટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહમદ, દીપક ચહર અને નવદીપ સૈની.
દક્ષિણ આફ્રિકાઃ ક્વિન્ટન ડિ કોક (કેપ્ટન), રાસી વાન ડર ડુસેન, તેમ્બા બાવુમા, જૂનિયર ડાલા, બજરેન ફોર્ટયૂઇન, બેયુરાન હેડ્રિક્સ, રીઝ હેડ્રિક્સ, ડેવિડ મિલર, એનરિક નોર્ટજે, એન્ડિલે ફેહલુકવાયો, ડ્વેયાન પ્રીટોરિયર, કગિસો રબાડા, તબરેજ શમ્સી, જોર્જ લિન્ડે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે