અંજ્કિય રહાણેએ શેર કરી પુત્રીની પ્રથમ તસવીર, સચિને આપી શુભેચ્છા
ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેએ સોમવારે પોતાની નાની પુત્રી સાથે પ્રથમ તસવીર શેર કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર અંજ્કિય રહાણેના ઘરે હાલમાં પુત્રીનો જન્મ થયો છે. તેણે સોમવારે સોશિયલ મીડિયા પર પોતાની પુત્રી અને પત્નીની એક તસવીર શેર કરી છે. આ તસવીરની સાથે રહાણેએ કેપ્શન આપ્યું છે, 'હેલ્લો'. રહાણેએ ટ્વીટર પર પોતાના પરિવારનો ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં રહાણે અને તેની પત્ની રાધિકા પોતાની નાની પુત્રીની સાથે હસી રહ્યાં છે.
જ્યારે રહાણે અને તેની પત્ની રાધિકા ધોપવકરના ઘરે પુત્રીનો જન્મ થયો ત્યારે રહાણે આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચ રમી રહ્યો હતો. વિશાખાપટ્ટનમમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં ભારતે આફ્રિકા વિરુદ્ધ 203 રનથી જીત મેળવી હતી.
મુંબઈના આ સ્ટાઇલિશ બેટ્સમેને પોતાની બાળપણની દોસ્ત રાધિકાની સાથે 2014મા લગ્ન કર્યાં હતા.
Hello ❤️ pic.twitter.com/25oQyXOQeV
— Ajinkya Rahane (@ajinkyarahane88) October 7, 2019
રહાણેના પિતા બનવાની ખબર સૌથી પહેલા ટીમ ઈન્ડિયામાં તેના સાથી રહેલા હરભજન સિંહે ટ્વીટ કરીને જણાવી હતી. ભજ્જીએ રહાણેને પરિવારમાં નવા સભ્યના આગમન પર શુભેચ્છા આપી છે. હરભજને ટ્વીટ કર્યું હતું, 'પિતા બનવા પર અંજ્કિય રહાણેને શુભેચ્છા. આશા છે માતા અને બાળકી સ્વસ્થ હશે... જિંદગીમાં મજાના દિવસો હવે શરૂ થશે..#fatherhood'
Congratulations new daddy in town @ajinkyarahane88 hope Mum and lil princess 👸 are doing well.. fun part of life starts now ajju. #fatherhood
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 5, 2019
મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે આ તકે રહાણેને શુભેચ્છા આપી છે. સચિને ટ્વીટ કર્યું, 'રાધિકા અને રહાણેને શુભેચ્છા. પ્રથમવાર માતા-પિતા બનવાનો જે આનંદ છે તેની તુલના ન કરી શકાય. તમે તેનો સંપૂર્ણ આનંદ ઉઠાવો. ડાઇપર બદલવાના નાઇટ વોચમેનની નવી ભૂમિકાનો આનંદ ઉઠાવો.'
Many Congratulations, Radhika and Ajinkya.
The joy of being parents to your first child is unparalleled. Soak it in! Enjoy playing the new role of a night watchman changing the diapers. 😉 https://t.co/mquFXkyCDo
— Sachin Tendulkar (@sachin_rt) October 7, 2019
ભારત અને આફ્રિકા વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી પુણેમાં રમાશે. આ વચ્ચે ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રહાણે પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે