SL vs NZ: ઐતિહાસિક ભાગીદારી અને હવામાને શ્રીલંકાની હાર ટાળી, ડ્રો રહ્યો પ્રથમ ટેસ્ટ

સિરીઝનો બીજી અને અંતિમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. 
 

 SL vs NZ: ઐતિહાસિક ભાગીદારી અને હવામાને શ્રીલંકાની હાર ટાળી, ડ્રો રહ્યો પ્રથમ ટેસ્ટ

વેલિંગટનઃ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રથમ ટેસ્ટ ડ્રો રહ્યો છે. મેચના પાંચમાં દિવસે બુધવારે અહીં વરસાદને કારણે માત્ર 13 ઓવરની રમત શક્ય બની હતી. પાંચમાં દિવસે બીજી ઈનિંગમાં પ્રવાસી ટીમનો સ્કોર 3 વિકેટે 287 રન રહ્યો હતો. 

ચોથા દિવસે શાનદાર બેટિંગ કરતા રેકોર્ડ ભાગીદારી કરનાર કુસલ મેન્ડિસ (141 અણનમ) અને એન્જેલો મેથ્યુઝ (120 અણનમ) અંતિમ દિવસે પણ સંભાળીને બેટિંગ કરતા વિકેટ ન ગુમાવી. શ્રીલંકાની ટીમ આ ભાગીદારી અને હવામાનને કારણે મેચ ડ્રો કરવામાં સફળ રહી હતી. 

શ્રીલંકાની ટીમે પ્રથમ ઈનિંગમાં 282 રન બનાવ્યા હતા, જેના જવાબમાં યજમાન ટીમે 578 રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટ્સમેન ટોમ લાથમના અણનમ 264 રનની ઈનિંગ રમી જેના માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

— ICC (@ICC) December 19, 2018

શ્રીલંકાએ ત્રીજા દિવસની રમત પૂર્ણ થયા સુધી 20 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારબાદ મેન્ડિસ અને મેથ્યુઝે ગઈકાલે દિવસભર બેટિંગ કરીને ટીમની વાપસી કરાવી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 22મી વખત એવું થયું છે કે, એક દિવસમાં કોઈ ટીમે એકપણ વિકેટ ગુમાવી નથી. 

સિરીઝનો બીજો અને અંતિમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news