Asian Games 2023: સ્ક્વોશમાં ભારતીય પુરૂષ ટીમે કર્યો કમાલ, પાકિસ્તાનને હરાવી જીત્યો ગોલ્ડ મેડલ
Asian Games: એશિયન ગેમ્સમાં ભારતીય દળ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. ભારતીય પુરૂષ સ્ક્વોશ ટીમે પાકિસ્તાનને હરાવી ગોલ્ડ મેડલ કબજે કર્યો છે.
Trending Photos
હોંગઝાઉઃ રેન્કિંગમાં ટોપ સીડ ભારતે શનિવારે એશિયન ગેમ્સની પુરૂષ ટીમ સ્ક્વેશ ઈવેન્ટમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને રોમાંચક મુકાબલામાં હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ જીતનો હીરો ચેન્નઈનો અભય સિંહ રહ્યો જેણે ઉતાર-ચઢાવ ભરેલી નિર્ણાયક મેચમાં ગજબનો સંયમ દેખાડતા નૂર જમાંને 3-2થી પરાજીત કર્યો. આ મેચમાં 25ના ભારતીયે બે ગોલ્ડ પોઈન્ટ બચાવ્યા અને જીત મેળવી હતી.
આ જીત બાદ તેણે પોતાનું રેકેટ હવામાં ઉછાળી દીધુ. આ પહેલા અનુભવી સૌરવ ઘોષાલે મોહમ્મદ અસીમ ખાન પર 3-0થી જીત મેળવી ભારતની મુકાબલામાં વાપસી કરાવી કારણ કે મહેશ મંગાવંકર શરૂઆતી મેચમાં ઇકબાલ નાસિર સાથે હારી ગયો હતો.
A Glorious Gold 🥇by the 🇮🇳 #Squash men's Team!
Team 🇮🇳 India defeats 🇵🇰2-1in an nail-biter final !
What a great match guys!
Great work by @SauravGhosal , @abhaysinghk98 , @maheshmangao & @sandhu_harinder ! You guys Rock💪🏻#Cheer4India 🇮🇳#JeetegaBharat#BharatAtAG22… pic.twitter.com/g4ArXxhQhK
— SAI Media (@Media_SAI) September 30, 2023
ભારતે આ રીતે લીગ સ્ટેજમાં પાકિસ્તાન સામે મળેલા પરાજયનો બદલો ચુકતે કરી દીધો. ભારતે ઇંચિયોન 2014માં પુરૂષ ટીમ સ્ક્વોશમાં ગોલ્ડ જીત્યો હતો, જ્યારે પાકિસ્તાને પાછલો ગોલ્ડ મેડલ ગ્વાંગ્ઝૂ 2010માં જીત્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે