વિદેશમાં ખૂબ જ વેચાય છે ભારતની આ વસ્તુ, ₹25000 કરોડની પાર વટાવી ગઈ નિકાસ
ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરીની માંગ દેશની સાથે વિદેશમાં પણ વધી રહી છે. ખાસ કરીને વિદેશી દેશોમાં ભારતીય જેમ્સ અને જ્વેલરીને ખૂબ પસંદ કરવામાં આવે છે.
Trending Photos
Indian Jems and Jewellery Export: ભારતીય જેમ્સ અને જ્વેલરીની માંગ દેશમાં તેમજ વિદેશમાં પણ વધી રહી છે. ખાસ કરીને વિદેશી દેશોમાં ભારતીય જેમ્સ અને જ્વેલરીને ખૂબ પસંદ કરવામાં આવે છે. વિદેશમાં આ જેમ્સ એન્ડ જ્વેલરીને પસંદ કરવામાં આવી રહી છે તેના આધારે ઓક્ટોબર મહિનામાં તેની નિકાસમાં 9 ટકાનો વધારો થયો છે.
ભારતીય જેમ્સ અને જ્વેલરીની માંગ વધી છે
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અને રિપોર્ટ અનુસાર, ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ ઓક્ટોબરમાં 9.18 ટકા વધીને 2,998.04 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ રૂ. 25194 કરોડ સુધી પહોંચી છે. GJEPC કાઉન્સિલે જણાવ્યું હતું કે કટ અને પોલિશ્ડ હીરાની માંગમાં સુધારાને કારણે ગયા મહિને નિકાસમાં વધારો થયો છે. આ વર્ષે ઓક્ટોબરમાં CPD (કટ અને પોલિશ્ડ ડાયમંડ)ની નિકાસ 11.32 ટકા વધીને US $1,403.59 મિલિયન (રૂ. 11,795.83 કરોડ) થઈ છે, જ્યારે એક વર્ષ અગાઉ ઓક્ટોબરમાં આ નિકાસ US $1,260.91 મિલિયન (રૂ. 10,495.06 કરોડ) હતી.
GJEPCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગયા વર્ષના સમાન સમયગાળામાં કુલ નિકાસ યુએસ $2,746.09 મિલિયન (રૂ. 22,857.16 કરોડ) હતી. GJEPCના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, અમારા ઉદ્યોગ માટે આ એક આવકારદાયક રાહત છે, કારણ કે અમે ઓક્ટોબરમાં 9.18 ટકાની નિકાસ વૃદ્ધિનો અનુભવ કર્યો છે. ઓક્ટોબર 2023ની સરખામણીમાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં 11.32 ટકાનો વધારો થયો છે.
અમે આશાવાદી છીએ કે આ વલણ ચાલુ રહેશે, ખાસ કરીને પશ્ચિમમાં તહેવારોની મોસમ નજીક આવી રહી છે, જે જેમ્સ અને જ્વેલરીની માંગમાં વધુ વધારો કરશે. વધુમાં, કાઉન્સિલ વર્તમાન બજારોમાં માંગને મજબૂત બનાવવા સાથે નવા બજારોમાં વિસ્તરણ કરવા માટે નક્કર પ્રયાસો કરી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ જેમ્સ અને જ્વેલરીની વૈશ્વિક માંગમાં વધારો થશે.
તેમણે કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે, અમે ભૌગોલિક રાજકીય લેન્ડસ્કેપને સ્થિર કરવા અને અમેરિકી અર્થવ્યવસ્થાને મજબૂત કરવાના તેમના વચન અંગે આશાવાદી છીએ. ટ્રમ્પના નિર્ણયો વેપાર, વ્યાપાર અને સપ્લાય ચેઇનમાં પુનરુત્થાનને ટેકો આપશે અને આખરે જેમ્સ અને જ્વેલરીની વૈશ્વિક માંગને વેગ આપશે.
GJEPCના ડેટા અનુસાર, સોનાની જ્વેલરીની નિકાસ પણ ઓક્ટોબર 2024માં 8.8 ટકા વધીને USD 1,124.52 મિલિયન (રૂ. 9,449.37 કરોડ) થઈ હતી, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં USD 1,033.61 મિલિયન (રૂ. 8,603.33 કરોડ) હતી. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 6 નવેમ્બરના રોજ 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 78,866 રૂપિયા હતી, જે દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી, જે 14 નવેમ્બર સુધીમાં ઘટીને 73,739 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે